bhavnagar

નારી એટલે મમતા અને ક્ષમતાનો સુભગ સમન્વય

શ્રીમતી ધર્મિષ્ઠાબેન ઇન્દ્રવદનભાઈ ત્રિવેદીએ મેળવી Ph.D ની પદવી.

પાલિતાણા, ભાવનગર
સ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ અને અંકુર વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ઇન્દ્રવદનભાઈ ત્રિવેદી એ આજરોજ મેળવી Ph.Dની પદવી.

આ અનોખી સિદ્ધિ મેળવવા સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ‘ થીસીસ ઓફ સ્ટડી ઓન એડપ્શન ઓફ ડિજિટલ પેમેન્ટ મોડ બાય વીમેન ઓફ સૌરાષ્ટ્ર’ વિષય પર સતત ૩ વર્ષ સુધી રિસર્ચ કર્યું. જેના માટે તેમણે સૌરાષ્ટ્રના વિવિધ ગામની મુલાકાત લીધી અને ત્યાંની મહિલાઓ સાથે વાર્તાલાપ કરી ડિજિટલ પેમેન્ટ વિશે તેમનો અભિગમ જાણ્યો.

આ રિસર્ચ થકી ગામડાની મહિલાઓને ડિજિટલ પેમેન્ટ વિશે શું અડચણો આવે છે, વિવિધ આત્મનિર્ભર મહિલાઓ જે વિવિધ રીતે કોઈ રોજગાર અથવા ધંધા સાથે જોડાયેલ છે તેઓ કઈ રીતે આ પેમેન્ટ વયવસ્થા સાથે સંકળાયેલ છે અને ઉપયોગ કરે છે, જેવા વિવિધ વિષયો પર રિસર્ચ કર્યું હતું.

આ વિષય પસંદ કરી શ્રીમતી ધર્મિષ્ઠાબેનના નવતર અભિગમ અને ગ્રામીણ મહિલાઓના વિકાસ અને આત્મનિર્ભરતા આગળ વધે તે ક્ષેત્રમાં રિસર્ચ કરવા બદલ અભિનંદન.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સફર

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 81

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *