શું એક વ્યક્તિ ને પૂજા નો અધિકાર હોય તો તેના બદલે તેનો પુત્ર પૂજા કરી શકે ખરો???
વારસાઈ હક નાબૂદી છતાં પણ અંદરખાને ગોડમોડ વહીવટ કરી પૂજા કરતા એકજ પરિવાર ના સભ્યો……
ગાદી ના સંચાલકો હાઈ કોર્ટ ના નિર્ણય ની અવગણના કરી પોતાની મરજી મુજબ વારસાઈ ખાતું ચલાવી રહ્યા છે…..????
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આવેલ ભટ્ટજી મહારાજ ની ગાદી એ વિવાદો નું કેન્દ્રસ્થાન બન્યું હોય તેમ અનેકો વખત હિસાબી ગોટાળા, તો ખોટા હિસાબો અને માહિતી રજૂ કરવાં બાબતે કઈ કેટલી વાર મીડિયા માં ચમકી ચૂક્યા છે તેમ છત્તા પણ સુધારવાનું નામ જ ના લેતા હોય તેમ પોતાની મરજી મુજબ વહીવટ કરતા આ સંચાલકો હવે તો હાઇ કોર્ટ ના નિર્ણય ને પણ ઘોળી ને પી ગયા હોય તેમ વર્તી રહ્યા છે…..
અંબાજી મંદિર ખાતે વર્ષો પહેલા દાંતા સ્ટેટ ના રાજવી દ્વારા માતાજી ની પૂજા માટે નિમાયેલા સિદ્ધપુર ના 4 બ્રાહ્મણો ની નિમણૂક કરી હતી જે મુજબ 4 બ્રાહ્મણો ને વારા મુજબ દર વર્ષે પૂજા નો અધિકાર પ્રાપ્ત થયો હતો પરંતુ આ બ્રાહ્મણો ની સમયાવધિ પૂરી થયા બાદ પણ નવા પૂજારી ની નિમણૂક બાબતે હાઈ કોર્ટ ના ચુકાદા હોવા છતાં મંદિર ટ્રસ્ટ કે આ ગાદી ના સંચાલકો દ્વારા કોઈ નવી નિમણૂક નહીં કરી વારસાઈ ખાતું ચલાવી પોતાના જ પરિવાર ના સભ્યો ને પૂજારી ઘોષિત કરી આવક રળવા નો સ્તોત્ર બનાવી અંદરખાને બધું ગોડમોડ ચલાવી રહ્યા છે ત્યારે હાઈ કોર્ટ ના ચુકાદા ને પણ બાજુ પર મૂકી મનમાની કરતા આ ગાદી સંચાલકો હાઈ કોર્ટ થી પણ મોટા થઈ ગયા હોય તેમ કહી રહ્યું છે.
ગુજરાત હાઈ કોર્ટ દ્વારા વર્ષ 2006 માં જાહેર કરેલ ચુકાદા મુજબ પૂજારી ની સમયાવધિ પૂર્ણ થતા નવા પૂજારી ની નિમણૂક બાબતે સ્કીમ 39 મુજબ ચુકાદો જાહેર કરી હતી જેને આજ 20 વર્ષ થવા છતાં પણ કોઈ અમલવારી કરાતી નથી? તેનું કારણ શું? જ્યારે હાઈ કોર્ટ દ્વારા ચુકાદા જાહેર થતા નવા પૂજારી ની નિમણૂક થવી જોઈએ તેના બદલે વારસાઈ માં અધિકાર મળ્યો હોય તેમ આ પૂજારી ના વારસદારો દ્વારા હક જમાવી અડ્ડો જમાવી બેઠા છે ત્યારે આ પૂજારીઓ માંથી સ્કીમ 39 મુજબ પણ કેટલા પૂજારી જોવા જોઈએ અને હાલ માં કેટલા પૂજારીઓ અહીં પૂજા કરી રહ્યા છે તેમ પણ વિચારશીલ પ્રશ્ન છે ત્યારે જો હાઈકોર્ટ ના નિર્ણય ની અવગણના કરી પોતાની મનમાની ચલાવતા આ પૂજારીઓ વારસાઈ હક જમાવી રહ્યા છે ત્યારે હાઇકોર્ટે દ્વારા શું આ બાબતે કઈ કડક કાર્યવાહી થશે ? કે ફક્ત રાજવી પરિવાર નો વારસાઈ હક નાબૂદ કરી સંતોષ માનતા તંત્ર ગાદી સંચાલકો બાબતે કઈ કાર્યવાહી કરશે તે જોવું રહ્યું……!!!
રિપોર્ટર. અમિત પટેલ અંબાજી
















