સંવેદનાનું સરનામું: કશિશ દે નાયક ભાવના દે ના પરિવારે દીકરીને દત્તક લઈ સ્થાપ્યું પ્રેરણાદાયી ઉદાહરણ
રીતિ-રિવાજ અને રાજીપો: કિન્નર સમાજના આંગણે દીકરીનું આગમન, વાજતે-ગાજતે થઈ વધામણી
કિન્નર સમાજની અનોખી પહેલ: દત્તક લીધેલી દીકરીના સ્વાગતમાં ભાવુક દ્રશ્યો સર્જાયા
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: કિન્નર સમાજની માનવતા: દીકરીને દત્તક લઈ વાજતે-ગાજતે ઢૂંઢોસ્તવ ઉજવતા સમાજ માટે પ્રેરણારૂપી ઉદાહરણ બન્યા છે.
સમાજમાં જેમને અવારનવાર ઉપેક્ષાનો સામનો કરવો પડે છે, તેવા કિન્નર સમાજે માનવતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કિન્નર સમાજ દ્વારા એક દીકરીને દત્તક લઈને તેના જીવનને સુરક્ષિત અને સુંદર બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ પવિત્ર પ્રસંગને યાદગાર બનાવવા માટે પરંપરાગત રીતિ-રિવાજો સાથે ભવ્ય ઢૂંઢોસ્તવ ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભવ્ય આયોજન અને પરંપરાગત ઉજવણી
દીકરીના આગમનને વધાવવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં કિન્નર સમાજના અગ્રણીઓ અને મુખીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ-નગારા અને વાજતે-ગાજતે દીકરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને પરંપરાગત રિવાજો મુજબ દીકરીને આશીર્વાદ આપવામાં આવ્યા ત્યારે સમગ્ર માહોલ અત્યંત ભાવુક અને આનંદમય બની ગયો હતો.
કશિશ દે નાયક ભાવના દે ની વિશેષ યોગદાન સમગ્ર કાર્યકમે
આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન કશિશ દે નાયક ભાવના દે અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં શિવાની દે કશિશ દે ઉર્ફે નેહલ દે દ્વારા દીકરીને ગોદ લઈને માનવતા પૂર્ણ ઉદાહરણ રજુ કર્યું હતું. તેમની મહેનત અને ચોકસાઈભર્યા આયોજનને કારણે આ ઉત્સવ માત્ર એક પ્રસંગ ન રહેતા માનવતાનો સંદેશ ફેલાવનારું માધ્યમ બન્યો હતો.
મીડિયામાં ગુંજ્યો માનવતાનો સાદ:આ અનોખી ઘટનાની નોંધ સ્થાનિક મીડિયા દ્વારા લેવામાં આવી છે. કિન્નર સમાજના આ પગલાને સોશિયલ મીડિયા અને લોકો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઘટના સાબિત કરે છે કે પ્રેમ અને સંવેદના પર કોઈ ચોક્કસ વર્ગનો ઈજારો નથી, પરંતુ તે શુદ્ધ હૃદયની ઓળખ છે.
આ પ્રેરણાદાયી સમાચાર દ્વારા સમાજમાં એ સંદેશ વહેતો થયો છે કે જો હૃદયમાં કરુણા હોય, તો કોઈપણ વ્યક્તિ બીજાના જીવનમાં ઉજાસ પાથરી શકે છે.
















