ચકલી બચાવો અભિયાન હેઠળ સતત ૧૧ માં વર્ષે
ધારાસભ્ય,ભાજપ અધ્યક્ષા, મહામંત્રી, સંગઠનના આગેવાનો પૂર્વ કોર્પોરેટર, ભાઈ બેહનો, વનવિભાગના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત.
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ શહેરી વિસ્તારોમાંથી લુપ્ત થતી ઘર આંગણાનું પક્ષી ચકલીને બચાવવા માટે જામનગરના પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા આજથી 11 વર્ષ પૂર્વે ચકલી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ચકલીઓને રેહણાક માટેના માળાઓ તેમજ ઉનાળાની કાગજાળ ગરમીથી બચવા પાણીના બાઉલનું વિતરણ કરવાનું શરૂ કરાયું હતું. દસ વર્ષ પૂર્વે શરૂ કરાયેલા અભિયાનને સતત 11 માં વર્ષે પણ ડિમ્પલબેન રાવલ દ્વારા અવિરત ચાલુ રાખવામાં આવ્યું છે
ચકલી બચાવો અભિયાન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સ્ટોલ નાખી અને માળાઓનું વિતરણ કરવામાં આવે છે કોર્પોરેટર તરીકે મળતા ભથ્થાની વર્ષ દરમિયાનની રકમ એકઠી કરીને ડિમ્પલબેન રાવલ તે રકમમાંથી માળાઓ ખરીદી અને વિનામૂલ્ય માળા,પાણીના કુંડા પક્ષી પ્રેમીઓને પૂરા પાડે છે, પ્રતિવર્ષ કરવામાં આવતા આ કાર્યક્રમમાં શહેરની અન્ય સ્વૈચ્છિક તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓને પણ સાથે રાખવામાં આવે છે અને તેઓ દ્વારા પણ માળાઓનું વિતરણ કરાય છે
આ વર્ષે શહેરના હવાઈ ચોક, લાલ બંગલા, પંચેશ્વર ટાવર અને ડી.કે.વી. સર્કલ ખાતે ઉભા કરાયેલા સ્ટોલમાં શહેરની સમગ્ર જાયન્ટ્સ ગ્રુપ વેસ્ટ,પૂર્વ,સુપર,જનસેવા દરેડ,ક્રાઉન તેમજ લાખોટા નેચર ક્લબ, નવાનગર નેચર ક્લબ, ભારત તિબબત સંઘ લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ અને જામનગર ફોટોગ્રાફર એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ માળા વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશભાઈ ઠુમર તેમજ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અશોકભાઈ નંદા, હસમુખભાઈ હિંડોચા, હિતેનભાઈ ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા, આ ઉપરાંત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ સહદેવભાઈ ડાભી અને તેમની ટીમના યુવાનો ખાસ માળા વિતરણ માં જોડાયા હતા, આ તકે આ અભિયાનના પ્રણેતા પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલનું ચેમ્બર ઓફ કોમર્સ ના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, અગ્રણી ઉદ્યોગપતિ ચંદુભાઈ બારદાનવાલા, દિલીપભાઈ ભારદિયા (દિલીપમામા) વગેરે હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું
સમગ્ર માળા વિતરણ દરમિયાન સખી ક્લબ ટુ, વિઝન ક્લબ, વિશ્વકર્મા મહિલા મંડળ, ભારત તિબત સંઘ, કર્મકાંડી બ્રાહ્મણ ગ્રુપ, સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ, ભારતીય જનતા પક્ષ મહિલા મોરચો, ઇન્ડિયન લાયોનેસ ક્લબ જામનગર, બ્રહ્મ અભ્યુદય સંસ્થા, રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ અને શેલજા વુમન એમ્પાયર સહિતની સંસ્થાના હોદ્દેદારો અને ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા અંદાજે 10,000 થી પણ વધુ ચકલીના માળા અને પક્ષીને પીવાના પાણીના બાઉલનું વિતરણ કરાયું હતું
આ વિતરણ વ્યવસ્થા માત્ર એક દિવસ પૂરતી જ સીમિત ના રહેતા વર્ષ દરમિયાન પણ ઘણી બધી સરકારી શાળાઓ ધાર્મિક ટ્રસ્ટો અને અન્ય સેવાકીય સંસ્થાઓને પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા માળાનો વિતરણ કરવામાં આવે છે, ઉલ્લેખનીય છે કે આ મારા વિતરણ સમયે ચકલીના માળા મેળવનાર વ્યક્તિઓ પાસેથી તેઓના મોબાઈલ નંબર મેળવી સમયાંતરે તેઓ પાસે માળા અંગેની માહિતી પણ મેળવવામાં આવે છે અને ચકલી વ્યવસ્થિત રીતે માળો મારો કરી શકે તે માટે તેમને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે
આજથી 10 વર્ષ પૂર્વે પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલે શરૂ કરેલા આ ચકલી બચાવો અભિયાનના ફળશ્રુતિ સ્વરૂપે આજે શહેરના અનેક વિસ્તારોમાં ઘર આંગણાનું પક્ષી એવા નિર્દોષ ચકલીનું આગમન જોવા મળે છે અને ઘણા વિસ્તારોમાં ચકલીઓના કલબલાટ સાંભળવા મળે છે આ તકે આ સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં શહેરના જીવદયા પ્રેમીઓ અને પક્ષીપ્રેમીઓ ઉપસ્થિત રહી આ કાર્યને ખરા અર્થમાં સફળ બનાવ્યું હતું
















