Latest

બ્રોડગેજ ની માંગ ને વ્યાજબી – લોક હીત માટે અવાજ બનેલ ધારી પત્રકાર સંધ ને અભિનંદન

ચલાલા ચેમ્બર ઓફ કોમર્સ સહીત અનેક સંસ્થાઓએ

અમરેલી થી વિસાવદર બિનરાજકીય મુહીમ દ્વારા વ્યાજબી માંગ સાથે ધારી પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ હાથ ધરીને અસરકારક પરિણામ તરફ આગળ વધી રહેલ છે ત્યારે ચલાલા ચેમ્બર ઓફ કોમર્સ, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, પાટીદાર સમાજ, કોળી સમાજ સહિત ના સમાજો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને સંબંધિત એક આવેદનપત્ર ધારી પત્રકાર સંઘ ના ઉપપ્રમુખ પ્રતાપભાઈ વાળા ને આપેલું છે.

બિનરાજકીય મિશન બ્રોડગેજ ધાર્યા પરિણામ તરફ આગળ વધી રહેલ છે ત્યારે લોકોમાં જાગૃતિ લાવવા માટે અસરકારક સહી ઝુંબેશ હાથ ધરી અને ઉચ્ચ અધિકારીઓ, રાજકીય આગેવાનો ને આવેદનપત્ર પાઠવી મૌખિક અને લેખિત રજુઆતો કરી તે સરાહનીય છે.

ધારી પત્રકાર સંઘ ના સહુ પત્રકારો એ જાગૃત નાગરિક તરીકે ની ફરજ નિભાવી છે. ગુજરાત માં કદાચ આ પેહલી લોક માંગણી છે કે જેમાં ખુદ પત્રકારો સરકાર પાસે લોકો ના હીત માટે આગળ આવ્યા છે. ખરેખર ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર, રેલ્વે વિભાગ દ્વારા આ વ્યાજબી માંગ ની નોંધ લયને જરૂરી પરિણામ લાવવુ જોઈએ.

જ્યારે પત્રકારોએ જાગૃત નાગરિક તરીકે ની ફરજ સમજીને જે મિશન નું સંચાલન કરેલ છે ત્યારે આવો સહુ સહીયારા મિશન માં સહભાગી બનીને ખંભે થી ખંભો મિલાવી ને ચાલીએ. આજે જાગૃત પત્રકારોને ચેમ્બર ઓફ કોમર્સ ની સાથોસાથ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સહકાર આપી રહેલા છે ત્યારે ધાર્યું પરિણામ કદાચ નજીક માં હોય તેવું લાગી રહેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *