Education

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

​ખંભાતની શ્રી મો.ઝ.વાઘેલા પ્રાથમિક શાળા બ્રાન્ચ નં-૧ માં ધારાસભ્યશ્રી ચિરાગભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “પ્રગતિનો પ્રવેશોત્સવ” ભવ્યતાથી ઉજવાયો

​ગુજરાત સરકારશ્રીના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત, ખંભાત શહેરની સરકારી પ્રાથમિક શાળા શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા બ્રાન્ચ – ૧ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ ના “પ્રગતિના પર્વોત્સવ” ની ખૂબ જ અનેરા ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

બાળકના જીવનમાં વિદ્યા સંસ્કારનું પ્રથમ પગથિયું ખૂબ જ મહત્વનું હોય છે. આ પ્રસંગે આંગણવાડી અને બાલવાટિકાના નાના-નાના ભૂલકાંઓને કુમકુમ તિલક કરી શાળા પરિવારમાં આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ખંભાત વિસ્તારના લોકપ્રિય માનનીય ધારાસભ્યશ્રી ચિરાગભાઈ પટેલ ના વરદ હસ્તે બાળકોને શાળા જીવનના પ્રથમ દિવસે પ્રોત્સાહિત કરવા માટે સુંદર શૈક્ષણિક દફતર (બેગ) અને રંગોની કીટ અર્પણ કરવામાં આવી હતી.

બી.આર.સી.કો ઓડીનેટર મનીષભાઈ પટેલ અને crc અબ્દુલશેખ રૌફ પણ હાજર રહ્યા કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.

શાળાના આચાર્યશ્રી કલ્પેશભાઈ પટેલ દ્વારા તમામ આમંત્રિત મહેમાનોનું શબ્દોથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત પુષ્પગુચ્છના બદલે પર્યાવરણ અને જ્ઞાનના પ્રતીક સમી ‘પુસ્તક અર્પણ’ કરવાની સુંદર પ્રથા દ્વારા શિક્ષકોએ તમામ મહેમાનોનું બહુમાન કર્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન શાળાના માર્ગદર્શક શિક્ષિકા શ્રી નીલાબેન વ્યાસ દ્વારા શાળાની જ પ્રતિભાશાળી બાળા દ્વારા કરવામાં આવ્યું હતું, જે કન્યા સશક્તિકરણની ઝાંખી કરાવતું હતું.

માનનીય ધારાસભ્યશ્રી ચિરાગભાઈ પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, “શિક્ષણ એ જ બાળક અને દેશનું સાચું ભવિષ્ય છે.” તેમણે બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલીઓમાં જાગૃતતા લાવવા ખાસ અપીલ કરી હતી. શિક્ષણના આ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી તમામ માતાઓની જાગૃતતાને તેમણે બિરદાવી હૃદયપૂર્વક ધન્યવાદ પાઠવ્યા હતા.

ઉપસ્થિત ગણમાન્ય નાગરિકો:આ પાવન પ્રસંગે ખંભાતના બી.આર.સી.સી. મનીષભાઈ, સી.આર.સી.સી. શ્રી, સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, એસ.એમ.સી. (SMC) અધ્યક્ષશ્રી, શાળા સ્ટાફ, એમ.ડી.એમ. (MDM) સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.

આભાર વિધિ:કાર્યક્રમના અંતે, શાળાના શિક્ષકશ્રી નરેશ પટેલ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધારનાર તમામ મહાનુભાવો, અધિકારીશ્રીઓ, વાલીઓ અને સ્ટાફ મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ

ભાવનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: કેરીયાવાડી પ્રાથમિક શાળામાં યુનિફોર્મ અને રમતગમત…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કર્યું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *