Devotional

જમુનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ યાત્રા એ શંકરાચાર્યજી દ્વારા ભૂભાગમાં સ્વસ્તિક નિર્માણ

શ્રી મોરારિબાપુ દ્વારા ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પહેલાં તબક્કાનું કેદારનાથમાં સમાપન

શ્રી મોરારિબાપુ દ્વારા ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પહેલાં તબક્કાનું કેદારનાથમાં સમાપન થયું છે. જમુનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ યાત્રા એ શંકરાચાર્યજી દ્વારા આ ભૂભાગમાં સ્વસ્તિક નિર્માણ થયાનો ભાવ શ્રી મોરારિબાપુએ વ્યક્ત કર્યો.

‘મંગલ ભવન અમંગલ હારી…’ વંદના પંક્તિ કેન્દ્રમાં રાખી કન્યાકુમારીથી પ્રારંભ થયેલ અને રાષ્ટ્રનાં વિવિધ રાજ્યોમાં તીર્થસ્થાનોમાં શ્રી મોરારિબાપુ દ્વારા યોજાયેલ ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પહેલાં તબક્કાનું કેદારનાથમાં સમાપન થયું છે.

શ્રી મોરારિબાપુએ કેદારેશ્વર મહાદેવ, હિમાલય, તુલસીદાસજી અને વેદ પુરાણ સાથે આદિ શંકરાચાર્યજી મહારાજની નિર્વાણ ભૂમિનો ઉલ્લેખ કરી સ્થાન વંદના કરતાં કથાગાન શરૂ કરેલ.

જન્મભૂમિ કાલડીથી કેદારનાથ સુધીની શંકરાચાર્યજી સનાતન ધર્મયાત્રાનો ઉલ્લેખ કર્યો અને જમુનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ યાત્રા એ શંકરાચાર્યજી દ્વારા આ ભૂભાગમાં સ્વસ્તિક નિર્માણ થયાનો ભાવ શ્રી મોરારિબાપુએ વ્યક્ત કર્યો. સ્વસ્તિક એ ૐ પર્યાય ગણાવેલ અને આ યાત્રામાં નિરાકાર અને સાકાર ચિંતન દર્શન ઉલ્લેખ કર્યો.

પ્રથમ તબક્કાના સમાપન પ્રસંગે શ્રી મોરારિબાપુએ અનાયાસે મળેલ એક રચના પંક્તિ, ‘સ્વસ્તિક સુભગ સકલ દીસી, દક્ષિણ ઉત્તર ધામ, પશ્ચિમ પૂરણ પૂર્ણતા, ભક્ષા અરુ ભજન, સમાધિ અરુ સામ.’ ઉલ્લેખ ગાન કરી આ રચના આ કથાને સંપૂર્ણ પણે યોગ્ય હોવાનો સહૃદય ભાવ જણાવ્યો અને કોઈ ‘અવધૂત ‘ દ્વારા રચાયેલ હોવાનો ભાવ ગણાવેલ.

આ રામકથા એ અખંડ ભારતને જોડવાનો તથા દેશ અને દુનિયાને જોડવાનો હેતુ આ કથાનો હોવાનું શ્રી મોરારિબાપુએ વિનમ્ર રીતે જણાવ્યું અને સેના, સ્થાનિક અગ્રણીઓ, સહયોગીઓ તેમજ સૌ કથાપ્રેમીઓનો પ્રેમ રહ્યાનું જણાવી છેલ્લાં તબક્કામાં હિમાલયની કઠિન યાત્રા માટે ક્ષમાભાવ પણ વ્યક્ત કર્યો.

પ્રથમ ચરણમાં શનિવાર તા.૧૦થી શુક્રવાર તા.૨૩ દરમિયાન ભારતવર્ષની ઐતિહાસિક અને આસ્થાભરી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથામાં ગુજરાત અને ભારત જ નહી વિશ્વભરમાંથી ભાવિક યાત્રિકો બે રેલગાડીઓ ‘કૈલાસ’ અને ‘ચિત્રકુટ’ દ્વારા જોડાયાં અને ક્થા રસપાન સાથે વિવિધ તીર્થદર્શેનનો સૌએ લાભ લીધો છે. બીજા ચરણમાં આ રામકથા યાત્રા નૂતનવર્ષમાં દ્વારકાથી શનિવાર તા.૧૪થી પ્રારંભ થશે અને જગન્નાથપુરીમાં રવિવાર તા.૨૨ના સમાપન થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 31

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *