bhavnagar

ઓપરેશન અમાનત અંતર્ગત ભાવનગર મંડળના રેલવે સુરક્ષા બળે મુસાફરને ₹1.20 લાખ રોકડ રકમ ભરેલી બેગ સુરક્ષિત પરત કરી RPFની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી 79 વર્ષીય મુસાફરને ખોવાયેલી બેગ પરત મળી, મુસાફરે વ્યક્ત કર્યો આભાર

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા મુસાફરોના સામાનની સુરક્ષા અને સહાયતા માટે સતત સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં, તા. 15 નવેમ્બર 2026ના રોજ ઓપરેશન અમાનત અંતર્ગત RPFના જવાનોએ ટ્રેન નંબર 19120 (વેરાવળ–ગાંધીનગર)માં રહી ગયેલી એક મુસાફરની બેગ સુરક્ષિત રીતે શોધી કાઢી તેમને પરત સોંપી હતી. આ બેગમાં ₹1,20,000 (એક લાખ વીસ હજાર રૂપિયા) રોકડ રકમ સહિત અન્ય સામાન પણ હતો.

ઘટનાક્રમ અનુસાર, તા. 15 નવેમ્બર 2026ના રોજ જૂનાગઢ RPF પોસ્ટને ટ્રેનના TTE તરફથી માહિતી મળી હતી કે એક મુસાફરની બેગ ટ્રેન નંબર 19120માં રહી ગઈ છે, જેમાં ₹1.20 લાખ રોકડ રકમ રાખવામાં આવી છે. માહિતી મળતાં જ જૂનાગઢ પોસ્ટના ASI શ્રી જગદીશ કુમારે તાત્કાલિક જેતલસર RPF પોસ્ટના ASI શ્રી દીપક મીણાને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ ટ્રેન જેતલસર સ્ટેશને પહોંચતાં ASI શ્રી દીપક મીણા અને CT શ્રી અલ્તાફ કુરેશીએ ટ્રેનની તપાસ કરી હતી. આ દરમિયાન CT શ્રી અલ્તાફ કુરેશીને કાળા રંગની એક બેગ મળી આવી હતી. મુસાફરનો ફોન પર સંપર્ક કરીને તેમને જેટલસર RPF કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા હતા.

મુસાફરની ઓળખ શ્રી પરબતભાઈ મકવાણા (ઉંમર 79 વર્ષ), નિવાસી માળિયા હાટીના, કુકસવાડા, જિલ્લો જૂનાગઢ, ગુજરાત તરીકે થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ચોરવાડ સ્ટેશનથી જૂનાગઢ જવા માટે આ ટ્રેનમાં સવાર થવા આવ્યા હતા. ઉતાવળમાં તેમણે પોતાની કાળા રંગની બેગ ટ્રેનના પાછળના જનરલ કોચમાં મૂકી દીધી હતી અને ટિકિટ લેવા માટે નીચે ઉતર્યા હતા. આ દરમિયાન ટ્રેન સ્ટેશન પરથી રવાના થઈ ગઈ હતી અને તેમની બેગ ટ્રેનમાં જ રહી ગઈ હતી.

મુસાફરની હાજરીમાં બેગની તપાસ કરવામાં આવી હતી, જેમાં ₹1,20,000ની સંપૂર્ણ રોકડ રકમ તથા અન્ય તમામ સામાન સુરક્ષિત મળી આવ્યો હતો. ત્યારબાદ ઓપરેશન અમાનત અંતર્ગત બેગ મુસાફરને સંપૂર્ણ સુરક્ષિત હાલતમાં પરત સોંપવામાં આવી હતી. પોતાનો સામાન અને સંપૂર્ણ રોકડ રકમ પરત મળતાં મુસાફરે રેલવે સુરક્ષા દળના જવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

ભાવનગરના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે રેલવે સુરક્ષા બળની ત્વરિત કાર્યવાહી અને સંકલિત પ્રયાસોને કારણે મુસાફરનો ખોવાયેલો સામાન સુરક્ષિત રીતે પરત મળી શક્યો છે. આ કામગીરી મુસાફરો પ્રત્યે રેલવેની સેવાભાવના અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે.

ભાવનગરના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ આ સરાહનીય માનવીય કામગીરીની પ્રશંસા કરતાં RPF કર્મચારીઓની સતર્કતા, તત્પરતા અને સંવેદનશીલતાને બિરદાવી હતી. મંડળ સુરક્ષા આયુક્ત, ભાવનગર શ્રી અજય શર્માના માર્ગદર્શન હેઠળ ભાવનગર મંડળમાં મુસાફરોની સુરક્ષા અને સહાયતા માટે રેલવે સુરક્ષા દળ દ્વારા સતત અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.

ભાવનગર મંડળ મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક રેલ મુસાફરી પૂરી પાડવાની સાથે તેમના સામાનની સુરક્ષા તથા જરૂરિયાતના સમયે શક્ય તમામ સહાયતા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર મંડળમાં આયોજિત બે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શિબિરોનો 120થી વધુ રેલવે પેન્શનરોએ લીધો લાભ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે પેન્શનરો અને પરિવાર પેન્શનરોની સુવિધા તથા…

1 of 88

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *