bhavnagar

રંઘોળા ગામે આહીરોના કુળદેવી આઈ શ્રી જેતબાઈ માતાજીના રથનું ભવ્યાતિભવ્ય સ્વાગત

20થી વધુ ઘોડા, 100થી વધુ કાર અને હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ઢોલ-નગારાના નાદ સાથે માતાજીનું આગમન; ભાવેશ આહીરના ગરબા સાથે ભવ્ય રાસોત્સવ યોજાયો

રંઘોળા (ઉમરાળા): ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે લાઠી આહીર સમાજનાં કુળદેવી આઈ શ્રી જેતબાઈ માતાજીના રથનું આગમન થતાં સમગ્ર આહીર સમાજ દ્વારા ઉમળકાભેર દિવ્ય અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 20થી વધુ ઘોડા, 100થી વધુ ફોરવ્હીલર વાહનો અને હજારોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ઢોલ-નગારાના ગુંજતા નાદ સાથે યોજાયેલા સ્વાગત કાર્યક્રમથી સમગ્ર ગામ ભક્તિમય બની ગયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, કચ્છના વાગડ વિસ્તારમાંથી વર્ષો પહેલાં વાગડીયા આહીરો સાથે આઈ શ્રી જેતબાઈ માતાજી પણ ભાવનગરની ધરતી પર પધાર્યા હોવાની ઐતિહાસિક માન્યતા જોડાયેલી છે. વર્ષોથી પાલડી ધામ આસપાસ વસવાટ કરતા વાગડીયા આહીર સમાજ દ્વારા પાલડી ગામ નજીક આશરે 50 વીઘા જમીનમાં આઈ શ્રી જેતબાઈ માતાજીના ધામ સાથે શિક્ષણના ઉમદા હેતુથી નિર્માણકાર્ય કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ નિર્માણકાર્યના પ્રારંભ પૂર્વે સમસ્ત વાગડીયા આહીર સમાજની આસ્થાના પ્રતીક સમાન માતાજીનો રથ સમાજનાં જ્યાં વસવાટ છે તેવાં 50થી વધુ ગામોમાં દર્શનાર્થે લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વર્ષો બાદ પાલડી ખાતેથી વાંકિયા હનુમાનજીના મહંત શ્રી રવુબાપુના હસ્તે માતાજીના રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથયાત્રાનું અંતિમ મુકામ ભાવનગર જિલ્લાના સોનગઢ નજીક આવેલું પાલડી ગામ રહેશે તેમ ટ્રસ્ટીઓ દ્વારા જણાવાયું હતું.

રંઘોળા ગામે માતાજીના રથના આગમન પ્રસંગે સ્થાનિક આહીર સમાજ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20થી વધુ ઘોડાઓ અને 100થી વધુ કાર સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આહીર સમાજના ભાઈઓ, બહેનો, યુવાનો અને વડીલોએ મોટી સંખ્યામાં જોડાઈ માતાજીના રથનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ‘જય માતાજી’ના ગગનભેદી નાદ અને ઢોલ-નગારાના તાલે સમગ્ર રંઘોળા ગામમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ છવાયો હતો.

આ પ્રસંગે ભવ્ય રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ભાવેશ આહીરે આઈ શ્રી જેતબાઈ માતાજીનાં ગરબા અને ભક્તિગીતોની રમઝટ બોલાવી હતી. તેમના સુર સાથે મોટી સંખ્યામાં આહીર સમાજની બહેનોએ પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. રાસોત્સવના આ દૃશ્યોએ દ્વારકાના મહારાસની યાદો તાજી કરાવી હતી.

આમ, રંઘોળા ગામે આઈ શ્રી જેતબાઈ માતાજીના રથના સ્વાગત નિમિત્તે યોજાયેલો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને કુળદેવી પ્રત્યેની અખૂટ શ્રદ્ધાનું અનોખું પ્રતીક બની રહ્યો હતો.

રિપોર્ટર નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ: ભાવનગર મંડળના લોકોપાયલટોએ 03 એશિયાઈ સિંહોનો જીવ બચાવ્યો

ભાવનગર મંડળ, પશ્ચિમ રેલવે દ્વારા એશિયાઈ સિંહો તથા અન્ય વન્યજીવોની સુરક્ષાને…

ભાવનગર મંડળના રેલકર્મીએ પ્રામાણિકતાનો પરિચય આપતાં અંદાજે ₹90,000ની કિંમતનું ખોવાયેલું સોનાનું આભૂષણ પરત કર્યું

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મુસાફર સેવા, પ્રામાણિકતા અને માનવીય સંવેદનશીલતાનું…

ઓપરેશન અમાનત અંતર્ગત RPF દ્વારા મહિલા મુસાફરને ₹17,000ની કિંમતનો ખોવાયેલો મોબાઇલ સુરક્ષિત રીતે પરત સોંપાયો

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (RPF) દ્વારા મુસાફરોનો ખોવાયેલો…

1 of 89

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *