Ahmedabad

આજે સાંજે ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજશે

એબીએનએસ અમદાવાદ: ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ૨૯મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાવા જઈ રહયો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ની બેચના ઉતિર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને પદવી દ્વારા સન્માનીત કરવામાં આવશે.

આ પદવીદાન સમારોહમાં ૪૫ ગોલ્ડ મેડલ સહિત સ્નાતક, અનુસ્નાતક તથા પીએચ.ડી સાથે કુલ ૨૫૫૮ પદવી એનાયત કરવામાં આવશે. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે એલિકોન એન્જિનિયરીંગ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર પ્રયાસવીનભાઈ પટેલ તથા ચારુતર વિદ્યામંડળના ચેરમેન અને ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીના પ્રેસિડન્ટ એન્જિનિયર ભિખુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

આ પદવીદાન સમારોહ તા ૨૯ જાન્યુઆરીના રોજ સાંજના ૦૬-૦૦ કલાકે શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે યોજાશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ અમદાવાદ, સંજીવ રાજપૂત,…

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG)…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *