આજરોજ તા.૧૫.૫.૨૦૨૪ ના બોપોરે ૩.૩૦ કલાકે પાલીતાણા નાયબ કલેકટર કચેરી ખાતે પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા શ્રમિક ડોલી કામદાર યુનિયન ના સભ્યો ધ્વરા પાલીતાણા શહેરના શેત્રુંજય તીર્થમાં વિરેશ કુલચંદ શેઠ અને તેમના પરીવાર ધ્વારા ખોટી વાતો ફેલાવીને શ્રમીક ડોળી કામદાર યુનિયનને નુકશાન પહોંચાડતા હોય અને ઉશ્કેરણીજનક પોસ્ટરો છપાવીને શાંતિ ડહોળાઈ તેવી પ્રવૃતિ કરતા આ શખ્સ અને તેમના પરીવાર સામે કાયદાનો ઉપયોગ કરીને કાયદેસરના પગલા ભરવા આવેદનપત્ર આપ્યું હતું
જયારે આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પાલીતાણા શહેર એક જૈન ધાર્મિક સ્થળ તરીકે જગ વિખ્યાત છે અને આ શેત્રુંજય પર્વત ઉપર વર્ષોથી અમારૂ ડોળી કામદાર યુનિયન યાત્રિકોને આદિનાથ દાદાના દર્શન કરાવવા માટે ડોળીવાળા શ્રમીકો ધ્વારા જૈન યાત્રીકોને દાદાના દર્શન કરાવવા પર્વત ઉપર લઇ જઇએ છીએ અને પોતાની રોજીરોટી રળીએ છીએ અને ધાર્મિક એકતા જળવાઈ રહેલ છે.
પરંતુ હમણાં થોડાક મહિનાઓથી અમદાવાદના રહેવાસી વિરેશ કુલચંદ શેઠ અને તેમનો પરીવાર પાલીતાણામાં અમારા ડોળી કામદારોની ખોટી ખોટી વાતો ફેલાવીને તેમજ પોસ્ટરો છપાવીને જૈન યાત્રિકોને ભરમારવી ને અમારી રોજીરોટી ઉપર તરાપ મારી રહેલ અને આ રીતે અસામાજીક પ્રવૃતિઓ કરી રહેલ છે,
તેમજ ડોળીના શ્રમીકો તેમજ જૈન યાત્રીકો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી પ્રવૃત્તિ કરી રહેલ છે અને શાંતિ ડહોળાઈ તેવા કાર્યો કરી રહેલ છે. તો આ શખ્સ વિરેશ કુલચંદ શેઠ અને તેના પરીવાર સામે કાયદાની રૂઇએ પગલા ભરીને પોલીસ ફરીયાદ નોંધવા પોલીસ અધિક્ષકશ્રી, પાલીતાણાને આદેશ કરવા આ આવેદનપત્ર આપી રહયા છીએ.
પાલીતાણા શહેરમાં વર્ષોથી અમારૂ યુનિયન કાર્યરત છે, ત્યારે જૈનોના અમુક શખ્સો દ્વારા વિરોધ તેમજ ખોટા અરજ અહેવાલો સરકારશ્રીમાં કરીને તેમજ ડોળીના શ્રમીકોને ભરમાવીને અલગ ડોળી મંડળની સ્થાપના કરાવીને ભાગલા પાડીને રાજ કરવાની નિતી અમુક જૈનો ધ્વારા કરવામાં આવી રહેલ છે
અને પાલીતાણાની શાંતિ ડહોળાય તેવી પ્રવૃતિઓ આવા અસામાજીક જૈનો ધ્વારા કરવામાં આવી રહેલ છે અને અમારૂ ડોળી યુનિયન શ્રમીકોને વિના મુલ્યે ડોળી આપે છે, જેથી તેમની રોજીરોટી રળી શકે, જયારે બે વર્ષ પહેલા જૈન સમાજ ધ્વારા પાલીતાણામાં ડોળીના ભાડાના ઘંઘા કરતા શખ્સો સામે પોતાનો વાંઘો કરેલ હતો
ત્યારે અમોએ પણ સહકાર આપેલ હતો, પરંતુ આજદીન સુધી આવા ડોળીના ભાડાના ધંધા કરતા ઇસમો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. ઉલ્ટાનું આજ વિરેશ કુલચંદ શેઠ તેનું સમર્થન કરી રહેલ છે, આમ શ્રમીકો વચ્ચે ભાગલા પાડો અને રાજ કરોની નિતી અપનાવી રહેલ છે.
પાલિતાના ડોલી કામદાર યુનિયન વિરૂધ્ધ ખોટો પ્રચાર – પ્રસાર આ વિરેશ કુલચંદ શેઠ તથા તેના પરીવાર ધ્વારા સોશ્યલ મીડીયામાં કરી રહેલ છે. જેથી ભવિષ્યમાં પાલીતાણાની શાંતિ ડહોળાઇ શકે તેમ છે. આ ઉશ્કેરણીજનક સોશ્યલ મીડીયાની પોસ્ટો ની ઝેરોક્ષ નકલ આ સાથે સામેલ રાખીએ છીએ.
સોશ્યલ મીડીયાની કલમોનો ઉમેરો કરીને પણ વિરેશ કુલચંદ શેઠ અને તેના પરીવાર સામે કાયદેસરના પગલા ભરવા આ આવેદનપત્ર આપી રહેલ છીએ.આ આવેદનપત્ર વિશેષ માં જણાવેલ કે શેત્રુંજય પર્વત ઉપર ઘણા વર્ષોથી હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળોમાં શાંતિથી શેઠ આ.ક. પેઢી અને હિન્દુ ધર્મના વહીવટકર્તાઓ દ્વારા મંદિરોમાં શાંતિ જળવાઇ રહેલ હતી,
પરંતુ થોડાક વર્ષોથી આવા વિરેશ જેન જેવા અસામાજીક વ્યક્તિઓ ધ્વારા હિન્દુઓ અને જૈનો વચ્ચે વૈમનશ્ય ફેલાય અને શાંતિ ડહોળાઇ તેવી પ્રવૃતિ કરી રહેલ છે અને જો આવી પ્રવૃતિ કરનારાઓ સામે કાયદેસરના પગલા ભરવામાં નહી આવે તો આવા અનેક અસામાજીક તત્વો પાલીતાણાની શાંતિ ડહોળાઈ તેવા પ્રયત્નો કરશે
અને ભવિષ્યમાં કોઈ અઘટીત ઘટનાઓ પાલીતાણા શહેરમાં બનશે તો તેની તમામ જવાબદારીઓ સ્થાનીક વહીવટીતંત્રની રહેતી હોય છે, તો સરકારશ્રીમાં ઉચ્ચ અધિકારીશ્રીઓના ધ્યાને પણ આ વાત આવે તેવી અમારી ડોળી યુનિયનની માંગ સાથે યુનિયન ના મંત્રી મનાભાઇ મકવાણા અખબારી યાદી માં જણાવામા આવેલ છે