bhavnagar

દેવળીયા ગામના માલધારીઓ દ્વારા ગૌચર દબાણ દુર કરવા આવેદન પત્ર આપ્યુ

આગામી ૧૨ તારીખ સુધીમાં ગૌચર દબાણ દૂર નહિ થાય તો કચેરીનો ઘેરાવ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી

ઉમરાળા તાલુકાના દેવળીયા ગામના ગૌચરમાં દબાણ અને ખોદકામને લઈને ઉમરાળા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યુ ઉમરાળા તાલુકાના દેવળીયા ગામના માલધારીઓ દ્વારા જણાવવામાં આવ્યુ કે ગૌચર દબાણને પગલે અવાર નવાર રજૂઆત કરવામાં આવેલ છે પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી

માલધારીઓ દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે માલધારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી દિવસોમાં દબાણ દૂર કરવાના પ્રશ્નનુ નિરાકરણ લાવવા નહિ આવે તો આગામી તા.૧૨-૮-૨૪ ને સોમવારના રોજ માલધારીઓ માલ ઢોર સાથે મામલતદાર કચેરી સાથે તાલુકા પંચાયત કચેરીનો પણ ઘેરાવ કરવાની ચીમકી સાથે આવેદન પત્ર આપવામાં આવ્યુ

રીપોર્ટ નિલેષ આહીર ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

1 of 76

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *