bhavnagar

વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ) અને ISRO સાથે મળીને શરૂ કર્યું “સ્પેસ ઑન વ્હીલ્સ” – અંતરિક્ષ વિજ્ઞાન જન-જન સુધી પહોંચાડતું અનોખું મોબાઇલ મ્યુઝિયમ

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) અને વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાત યુનિટ) ના સહયોગથી “સ્પેસ ઑન વ્હીલ્સ” નામની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ એક વિશેષ રીતે સજ્જ બસને ફરતું વિજ્ઞાન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જે ભારતની ગૌરવપૂર્ણ અંતરિક્ષ સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડે છે.

“સ્પેસ ઑન વ્હીલ્સ” મોબાઇલ પ્રદર્શન દ્વારા ચંદ્રયાન, મંગલયાન, ગગનયાન જેવી ISROની મહત્ત્વપૂર્ણ મિશનોના મોડેલ્સ, રેપ્લિકા, ઇન્ટરએક્ટિવ ડિસ્પ્લે અને શૈક્ષણિક માહિતી રજૂ કરવામાં આવે છે. ઉપરાંત, અંતરિક્ષ ટેકનોલોજીના રોજિંદા જીવનમાં થતા ઉપયોગો વિશે પણ સરળ અને રસપ્રદ રીતે માહિતી આપવામાં આવે છે.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાવવાનો, અંતરિક્ષ ટેકનોલોજી સાથે તેમનો સંપર્ક વધારવાનો અને STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત) ક્ષેત્રોમાં કારકિર્દી માટે પ્રોત્સાહન આપવાનો છે. ખાસ કરીને દૂરદરાજ અને ગ્રામ્ય વિસ્તારોમાં, જ્યાં આવા શૈક્ષણિક સાધનો સરળતાથી ઉપલબ્ધ નથી, ત્યાં વિજ્ઞાનને સુલભ બનાવવાનો આ પ્રયાસ છે. આ ઉપરાંત ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરની ટોય ઈનોવેશનની એક્ઝિબીશન બસ અને ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA) ની એક્ઝિબીશન બસો પણ ઉપલબ્ધ રહેશે.

આ મોબાઇલ પ્રદર્શન બસો જાન્યુઆરી મહિના દરમિયાન ગુજરાત રાજયની અલગ અલગ શાળાઓ અને કોલેજોમાં જઈને હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકોને અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયાની મુલાકાત કરાવશે. તેના અંતર્ગત આ મોબાઈલ પ્રદર્શન બસ ભાવનગર ખાતે તા. ૧૧/૦૧/૨૦૨૬ થી તા. ૧૩/૦૧/૨૦૨૬ આવશે. આ મોબાઈલ પ્રદર્શન બસો તા. ૧૧/૦૧/૨૦૨૬ના રોજ જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી, ભાવનગર  તા. ૧૨/૦૧/૨૦૨૬ના રોજ શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ, રામમંત્ર મંદિર પાસે, ભાવનગર, અને તા. ૧૩/૦૧/૨૦૨૬ના રોજ કેપીઇએસ ઇંગ્લિશ હાઇસ્કૂલ, કાળિયાબીડ, ભાવનગર પ્રદર્શન માટે રહેશે. બસ એક્ઝિબિશન જોવાનો સમય સવારે ૧૦ કલાક થી સાંજના ૫ કલાક સુધી રહેશે. તેથી આ મોબાઇલ પ્રદર્શન બસો ઉપર પ્રમાણેની તારીખો અને શાળાઓમાં ભાવનગરના વધારેમાં વધારે વિદ્યાર્થીઓ લાભ મેળવે એવી જાહેર જનતાને અપીલ છે. મોબાઈલ પ્રદર્શન બસ જોવાનું નિશુલ્ક રહેશે. ઉપરોકત બાબતે કોઈ પણ માહિતી માટે ડો. આસ્તિક ધાંધીયા, સહસચિવ, વિજ્ઞાન ગુર્જરી, ગુજરાત પ્રાંત-મો. ૯૮૨૪૩૦૦૬૪૭ તથા પ્રો. મુંજાલ ભટ્ટ, જિલ્લા સંયોજક- મો. ૦૭0૪૮૧૦૮૨૦૮ નો સંપર્ક કરી શકો છો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 76

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *