bhavnagar

ભાવનગર રેલવે મંડળમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે મેજિક અને પપેટ શોનું સફળ આયોજન

પશ્ચિમ રેલવેના મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની પોતાની સતત પહેલ અંતર્ગત તા. 26 ફેબ્રુઆરી, 2026 (ગુરુવાર)ના રોજ ભાવનગર રેલવે કમ્યુનિટી હોલ ખાતે બાળકો અને પરિવારજનો માટે મનોરંજક તથા સર્જનાત્મક કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું આયોજન મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર મંડળની અધ્યક્ષા શ્રીમતી શાલિની વર્માના દ્વારા કરવામાં આવ્યુ હતું.

કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા પપેટ શો અને મેજિક શોએ પોતાની ઉત્તમ રજૂઆત, સર્જનાત્મકતા અને આકર્ષક શૈલી દ્વારા ઉપસ્થિત બાળકો અને દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. બંને રજૂઆતોને દર્શકો તરફથી ખૂબ પ્રશંસા પ્રાપ્ત થઈ અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર મંડળની અધ્યક્ષા શ્રીમતી શાલિની વર્માએ પપેટ શોના કલાકારોના ઉત્તમ પ્રદર્શનની પ્રશંસા કરતાં તેમને ₹2100/-નું રોકડ ઇનામ આપી સન્માનિત કર્યા હતા. તે જ રીતે પ્રભાવશાળી અને મનોરંજક મેજિક શોના કલાકારોને તેમની શાનદાર રજૂઆત બદલ ₹4000/-નું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા સંચાલિત કિડ્સ હટ્સ અને બાલ મંદિર સ્કૂલના બાળકો, શિક્ષકો તેમજ મહિલા કલ્યાણ સંગઠનની સભ્યાઓ સક્રિય રીતે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બાળકોના વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આયોજનને અત્યંત સફળ, પ્રેરણાદાયક તથા બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી ગણાવ્યું હતું.

ભાવનગર મંડળ દ્વારા આવા કાર્યક્રમો બાળકોમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને સામાજિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા સાથે રેલવે પરિવાર વચ્ચે પરસ્પર સમન્વય અને સકારાત્મક કુટુંબિય વાતાવરણને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 76

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *