Breaking NewsLatest

અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે અવિસ્મરણીય સિધ્ધી

સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં રેકર્ડબ્રેક ત્રણ અંગદાન

દેશની કોઇપણ સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ અંગદાન થયા હોય તેવી અમદાવાદ સિવિલ એકમાત્ર હોસ્પિટલ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આરોગ્યમંત્રી શ્રી એ વીડિયો સંદેશના માધ્યમથી SOTTO અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમને અભિનંદન આપ્યા

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ ૩૯ અંગદાતાઓ અને તેમના પરિવારજનોને આ સિધ્ધી સમર્પિત કરી

ત્રણ અંગદાતાઓના અંગોના રીટ્રાઇવલ માટે ૭ વ્યક્તિઓની ટીમ સતત ૨૦ કલાક ખડેપગે કાર્યરત રહી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચોવીસ કલાક એટલે કે એક જ દિવસમાં રેકર્ડ બ્રેક ત્રણ અંગદાન થયા છે.દેશની સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ અંગદાન કરનારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ એકમાત્ર હોસ્પિટલ બની છે.
ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગદાનમાં મળેલી 6 કિડની અને 3 લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે.
બ્રેઇનડેડ ભાવીનભાઇ પરમાર, ભાવનાબેન ઠાકોર અને જ્યોત્સનાબેન પારેખના અંગદાનની સુવાસ સમગ્ર ગુજરાતમાં ફેલાઇ છે. આ ત્રણેય અંગદાતાઓના અંગદાનથી રાજ્ય અને દેશના જરૂરિયાતમંદોના જીવનમાં સ્મિત રેલાયું છે.


ચોવીક કલાકના સમયમાં ત્રણ વ્યક્તિઓનું અંગદાન સૂચક છે કે સમાજમાં અને રાજ્યમાં હવે અંગદાન પ્રત્યે લોકજાગૃતી વધી છે. લોકોએ પોતે જ અન્ય જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવાની જવાબદારી પોતાના શીરે સ્વીકારી લીધી છે.
ચોવીસ કલાકમાં થયેલ ત્રણ અંગદાનની વિગત જોઇએ તો 19 વર્ષના મહેમદાવાદના રહેવાસી ભાવીનભાઇ પરમાર બ્રેઇનડેડ થતા તેમની બંને કિડની અને લીવરનું દાન મળ્યું છે.
65 વર્ષના જ્યોત્સનાબેન પારેખ કે જેઓ ગાંધીનગરમાં રહે છે.શારિરીક અસ્વસ્થતા ના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા.સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી. તેમના અંગોના રીટ્રાઇવલમાં બંને કિડની અને લીવરનું દાન મળ્યું.


વિરમગામમાં રહેતા 40 વર્ષના ભાવનાબેન ઠાકોરને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા તેઓને અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા.તેઓ પણ બ્રેઇનડેડ થતા તેમના બંને કિડની અને લીવરનું દાન મળ્યું છે.
આમ, સિવિલ હોસ્પિટલમાં 14 મહિનામાં 39 બ્રેઇનડેડ અંગદાતાઓના કરેલા અંગદાન થી 119 અંગો મળ્યા. જેમાં 33 લીવર, 59 કિડની, 5 સ્વાદુપિંડ, 6 હ્યદય, 4 જોડ હાથ અને 6 જોડ ફેફસાનો સમાવેશ થાય છે. આ તમામ અંગોએ 103 જરૂરિયાતમંદોના જીવનમાં ઉજાસ પાથર્યો છે.
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે અંગદાન ક્ષેત્રની અવિસ્મરમીય સિધ્ધી બદલ વીડિયો સંદેશના માધ્યમથી રાજ્યના SOTTO (State Organ And Tissue Trnasplant Organisation) ના કન્વીનર ડૉ. પ્રાજંલ મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડ્ન્ટ ડૉ.રાકેશ જોષી અને તેમની ટીમ તેમજ અંગદાનની પ્રવૃતિ સાથે સંકળાયેલા દિલીપદેશમુખ જીના અથાગ પરિશ્રમ અને કામગીરીને બિરદાવી હતી.


સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી એ આ અદ્વિતીય સિધ્ધિને અત્યાર સુધીના 39 અંગદાતાઓ અને તેમના પરિવારજનોને સમર્પિત કરી હતી. લોકજાગૃતિના પરિણામે જ આજે અંગદાનની પ્રવૃતિએ વેગ પકડ્યો છે તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *