૨૬ જાન્યુઆરી ઉજવણીના સંદર્ભે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં વ્ચર્યુલ બેઠક યોજાઈ
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
દેશના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આગામી ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ થનાર છે ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રજાજનો પણ આ રાષ્ટ્રીય પર્વમાં ઉત્સાહભેર જોડાય તે માટે વિશેષ આયોજન હાથ ધરાયું
જે અંતર્ગત અરવલ્લી જીલ્લામાં પણ આ દિનની આગોતરી તૈયારીઓ સાથે કોરોના સામે તકેદારીના પગલા લઇને ઉજવણી કરવા જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં જીલ્લાના અધિકારીશ્રીઓ સાથે વ્ચર્યુલ બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે, જે તે વિભાગના અધિકારીઓને જે કામગીરી સોંપવામાં આવી છે. તેને ચીવટ પૂર્વક નિભાવવાની રહેશે. જીલ્લાનાકક્ષાના કાર્યક્રમની સ્થળની પસંદગી કરી તે સ્થળની સફાઈ, કામગીરી, ગામોની સાફ સફાઈની કામગીરી સુશોભન કરવું તેમજ ધ્વજ વંદન અને સ્ટેજ,પરેડ, વગેરે માટે મેદાનને તૈયાર કરવું, કાર્યક્રમમાં ગરીમા પૂર્વક ઉજવાય તેવી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત ધ્વજવંદનના સ્થળે માઈક, લાઈટ તથા ઇલેક્ટ્રિક સપ્લાય અવિરત મળે તે માટેની જરૂરી કામગીરી, પ્રોટોકોલ મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવી, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન તથા મહેમાનો-મહાનુભાવોનું સ્વાગત ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે વ્યવસ્થા, ધ્વજવંદનના સ્થળે ધ્વજદંડ, સ્ટેજ, સુશોભનની કામગીરી, વૃક્ષારોપણ અને ટ્રાફિક તથા વાહન પાર્કિંગની વ્યવસ્થાની કામગીરી કરવી તથા ટેબ્લો નિદર્શન અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણી સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવા અનુરોધ કર્યો. આ ઉપરાંત પ્રજાસત્તાક પર્વ પૂર્વ સંધ્યાએ તાલુકા/ગ્રામ્ય કક્ષાએ રાષ્ટ્ર ભાવના ઉજાગર થાય એવી કામગીરી કરવા સુચન કર્યું હતું.
આ બેઠકમાં જીલ્લા નિવાસી કલેકટર શ્રી એન.ડી.પરમાર, જીલ્લા ગ્રામ વિકાસ અધિકારીશ્રી બી.ડી.ડાવેરા, બાયડ પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જીલ્લા પુરવઠા અધિકારીશ્રી, આરોગ્ય અધિકારીશ્રી તથા જીલ્લાના અન્ય વિભાગના અધિકારીશ્રીઓ વ્ચર્યુલ મિટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા.