Breaking NewsCrime

કુલ રૂ.૨૫,૦૦૦/-નો ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂનાં જથ્થો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા  પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/ જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત     નાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન હેડ કોન્સ.અરવિંદભાઇ બારૈયાને હકિકત મળેલ કે, પુનાભાઇ મનાભાઇ મકવાણા તથા તેનો મિત્ર કીશોરભાઇ ખાટાભાઇ જાંબુચા રહે.બંને દકાનાવાળાએ કિશોરભાઇ ખાટાભાઇ જાંબુચા રહે.પ્લોટ વિસ્તાર,સરતાનપર જવાનાં રોડ પાસે,દકાનાવાળાનાં રહેણાંક મકાને ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે. જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં ઉપરોકત બંને ઇસમો હાજર મળી આવેલ નહિ. તે રહેણાંક મકાનેથી નીચે મુજબનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ.જે અંગે તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

હેવર્ડઝ ચીયર્સ વ્હીસ્કી  ૯૦ ML ફોર સેલ ઇન કર્ણાટક લખેલ નાના બોકસ નંગ-૫૦૦ કુલ કિ.રૂ.૨૫,૦૦૦/-નો મુદામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

પોલીસ ઇન્સ.શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર. સરવૈયા,એ.એસ.આઇ. મહિપાલસિંહ ગોહિલ, પો.હેડ કોન્સ., અરવિંદભાઇ બારૈયા, મહેન્દ્દભાઇ ચૌહાણ,ડ્રાયવર પો.કોન્સ. મહેન્દ્દસિંહ જાડેજા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 359

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *