Breaking NewsCrime

છેતરપીંડી-વિશ્વાસઘાતનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ,પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર જિલ્લાનાં શિહોર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૪૭૨૨ ૦૨૦૫/૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૪૦૬,૪૨૦ વિગેરે મુજબના કામે નાસતાં-ફરતાં આરોપી ઝાકીરહુસેન મહેબુબભાઇ બેલીમ રહે.ભાવનગરવાળો હાલ-ફતેહવાડી, અમદાવાદ ખાતે રહેતો હોવાની મળેલ માહિતી આધારે અમદાવાદ ખાતે જઇ તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી ઝાકીરહુસેન મહેબુબભાઇ બેલીમ ઉ.વ.૩૫ ધંધો-વેપાર રહે.વડવા બાપેસરા કુવા, જમાતખાનાની સામે,રવાભાઇની શેરી,ભાવનગર હાલ-ફતેહવાડી,લોખંડવાલા પાર્ટી પ્લોટની આગળ,આદીનગર, અમદાવાદ વાળો હાજર મળી આવતાં તેને હસ્તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં હરેશભાઇ ઉલ્વા, જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, હરીચંદ્દસિંહ ગોહિલ, શકિતસિંહ સરવૈયા, હારિતસિંહ ગોહિલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 358

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *