Breaking NewsCrime

જાહેરમાં ગંજીપતાનાં પાના-પૈસાથી જુગાર રમતાં આઠ ઇસમોને રોકડ રૂ.૫૭,૫૦૦/-નાં મુદામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન રૂપાવટીથી ભંડારીયા ગામ તરફ જવાના રસ્તે આવેલ સાગરડી તરીકે ઓળખાતી વાડીના આથમણી બાજુમાં આવેલ ખારામા જાહેર જગ્યામાં બેટરીનાં અંજવાળે જુગાર રમાતો હોવાની મળેલ બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો ગંજીપતાનાં પાના-પૈસાથી તીનપત્તીનો જુગાર રમતાં ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૫૭,૫૦૦/- સાથે ઝડપી પાડેલ.જે અંગે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

*પકડાયેલ આરોપીઓઃ-*
1. રમેશભાઇ બોધાભાઇ જાસોલીયા ઉ.વ.૪૫ રહે.રૂપાવટી તા.ગારીયાધાર  જી.ભાવનગર
2. જયંતિભાઇ ઉકાભાઇ ગરણીયા ઉ.વ.૫૦ રહે.બેલા તા.ગારીયાધાર જી.ભાવનગર
3. અશોકભાઇ પોપટભાઇ બદાણીયા ઉ.વ.૩૩ રહે.ઘોબા તા.સાવરકુંડલા  જી.અમરેલી
4. મહેશભાઇ નાથાભાઇ ઝીંઝુવાડીયા ઉ.વ.૩૫ રહે.અભરામપરા તા.સાવરકુંડલા જી.અમરેલી
5. દિપકભાઇ હિમતભાઇ ડાભી ઉ.વ.૩૦ રહે.સરભંડા તા.ગારીયાધાર જી.ભાવનગર
6. કાળુભાઇ ખોડાભાઇ ગોધણી ઉ.વ.૩૫ રહે.રૂપાવટી તા.ગારીયાધાર જી.ભાવનગર
7. ઘનશ્યામભાઇ ગીરધરભાઇ ખુટ ઉ.વ.૪૯ રહે.પાલડી તા.ગારીયાધર જી.ભાવનગર
8. વિમલભાઇ બાબુભાઇ નસીત ઉ.વ.૩૨ રહે.અભરામપરા ગામ તા.સાવરકુંડલા જી.ભાંવનગર

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, બીજલભાઇ કરમટીયા, હરીચંદ્દસિંહ ગોહિલ, શકિતસિંહ સરવૈયા, અલ્તાફભાઇ ગાહા

રિપોટ અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 358

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *