Breaking NewsCrime

જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં કુલ-૦૭ ઇસમોને રોકડ રૂ.૮૨,૫૦૦/-મળી કુલ રૂ.૮૩,૫૦૦/- નાં મુદામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

➡ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી. જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર. સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

➡ ગઇકાલે ભાવનગર,એલ.સી.બી. સ્ટાફ નાં માણસો મહુવા ડિવીઝન હેઠળ આવેલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.આ દરમ્યાન છાપરીયાળી તા જેસર ગામે આવતા પો.સબ.ઇન્સ પી.આર. સરવૈયાનાઓને બાતમીરાહે હકીકત મળેલ કે,જેસરથી મહુવા રોડ ઉપર આવેલ તાતણીયા ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠાની બાજુમા આવેલ રફીકભાઇ અલીભાઇ ગાહા રહે.તાતણીયા તા.જેસર જી.ભાવનગર વાળાના ફરજાની પાછળના ભાગે આવેલ ખુલ્લી જાહેર જગ્યામાં અમુક ઇસમો જરૂરી લાઇટની વ્યવસ્થા કરી લાઇટના અજવાળે તીન પતીનો હાર-જીતનો જુગાર રમે છે. આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમા સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે પૈસા-પાના વતી તીનપતીનો હારજીતનો જુગાર રમતા નીચે મુજબનાં માણસો ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/-, રોકડ રૂ.૮૨,૫૦૦/-, મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૧,૦૦૦/- તથા પટમા પાથરેલ સફેદ કલરનુ ગોદડુ મળી કુલ કિ.રૂ ૮૩,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.
1️⃣    નટુભાઇ આલકુભાઇ કોટીલ ઉ.વ ૩૧ રહે ધારાનો નેસ તા રાજુલા જી અમરેલી
2️⃣   નૌશાદઅલી જુસબઅલી લાખાણી ઉ.વ ૫૦ રહે ભાદ્રોડ ગેઇટ જેનબીયા સોસાયટી, મહુવા જી ભાવનગર
3️⃣   મહાવીરસિહ હનુભા ચુડાસમા ઉ.વ ૫૭ રહે પંડ્યાશેરી મહુવા તા મહુવા જી ભાવનગર
4️⃣   અકીલભાઇ અનીસભાઇ નકવી ઉ.વ ૪૨ રહે ભાદ્રોડ ગેઇટ જાફરી સ્કુલની બાજુમા મહુવા જી ભાવનગર
5️⃣   રફીકભાઇ અલારખભાઇ ગાહા ઉ.વ ૫૦ રહે ડુંગર તા રાજુલા જી અમરેલી
6️⃣   નિરૂભા જસુભા સરવૈયા ઉ.વ ૫૬ રહે રૂદ્રાક્ષ સોસાયટી જેસર તા જેસર જી ભાવનગર
7️⃣   યુનુસભાઇ બાવદીનભાઇ ગાહા ઉ.વ ૪૦ ધંધો ખેતી રહે તાતણીયા તા જેસર જી ભાવનગર

➡ આમ, ભાવનગર એલ.સી.બી. સટાફને જાહેરમાં ગંજીપતાનાં પાના-પૈસા વતી હારજીતનો જુગાર રમતાં કુલ-૦૭ ઇસમોને રોકડ રૂ.૮૨,૫૦૦/-તથા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ રૂ.૮૩,૫૦૦/- નાં મુદામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મળેલ.

➡ આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા,પો. સબ ઇન્સ. શ્રી એન.જી. જાડેજા, પો. સબ ઇન્સ. પી.આર.સરવૈયા ની સુચના અને માર્ગદર્શન અનુસાર એ.એસ.આઇ મહિપાલસિંહ ગોહિલ, પો.હેડ કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા, પો.કોન્સ. બીજલભાઇ કરમટીયા,હરીચંન્દ્રસિહ ગોહિલ, અલ્તાફભાઇ ગાહા, શકિતસિંહ સરવૈયા તથા ડ્રાયવર એ.એસ.આઇ પ્રદ્યુમનસિંહ ગોહિલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 359

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *