Breaking NewsEntertainment

રાતોરાત સફળતાના ગ્રાફને સડસડાટ સાધી લેનાર ગુજરાતી ફિલ્મ ‘હવે ક્યારે મળીશું’ માં એવું છે શું ?

ફિલ્મના સંવાદ, સંગીત,સસ્પેન્સ અને સીન એ સમગ્ર ગુજરાતમાં લાખો ગુજરાતીઓને આફરીન આફરીન

કર્યા.

ભાવનગર તા ૨૦

તાજેતરમાં દિવાળી તહેવાર પર સમગ્ર ગુજરાતમાં રજૂ થયેલી પારિવારિક ગુજરાતી ફિલ્મ ‘હવે ક્યારે મળીશું’ એ અનેક રેકોર્ડ બ્રેક કર્યા છે. લાંબા સમય પછી સિનેમા ઘરોમાં દર્શકોની મોટી ભીડ જામી છે.

ગુજરાતી ફિલ્મ ‘હવે ક્યારે મળીશું’ બહુ વખણાય કારણ કે, પરિવાર સાથે જોવા લાયક ફિલ્મ છે, તેનું સુમધુર ગીત-સંગીત, એક એકથી ચડિયાતા સંવાદ, લોકેશન, વાર્તા, સસ્પેન્સ સ્ટોરી, કલાકારો, અભિનય, કોરિયોગ્રાફી એ દરેક બાબતે ગુજરાતી દર્શકોને ભારે ઘેલું લગાડ્યું છે.

બહુ લાંબા સમય પછી પરિવાર સાથે માણી શકાય તેવી ફિલ્મ લોકો ને જોવા મળી છે. અને એટલે જ કોરોના ગાઈડલાઇનના નિયમ પાલન સાથે લોકો એ ‘હવે ક્યારે મળીશું’ ગુજરાતી ફિલ્મ  ઉત્સાહભેર માણી અને ભરપૂર વખાણી છે.

ફિલ્મના જમા પાસા તરીકે જોઈએ તો કંડોલિયા ફિલ્મ્સ બેનર તળે બનેલી ફિલ્મ ‘હવે ક્યારે મળીશું’ સફળતાનો ગ્રાફ વટાવી ગઈ છે. કંડોલિયા ફિલ્મ્સે દર વખતની જેમ કંઈક નવું આપ્યું છે. અને તે કંડોલિયા ફિલ્મ્સની ખાસિયત છે. ફિલ્મના નિર્માતા  હર્ષદ કંડોલિયા અને ખુશ્બુ શાહ એ એક સફળ ફિલ્મ આપવામાં કોઈ કસર નથી છોડી, કર્ણપ્રિય ગીત સંગીત, ખ્યાતનામ ગુજરાતી ગાયક જીજ્ઞેશ બારોટ અને રાજદિપ બારોટનો અવાજ અને અભિનય રંગ લાવ્યો છે. બીજી બાજુ  લોકપ્રિય અભિનેત્રી પ્રિનલ ઓબેરોય એ જાજરમાન અભિનયના કામણ પાથર્યા છે. અને સાથે શ્રેયા દવે એ પણ ટક્કર આપી છે. કોમેડી કિંગ ગગો અને તેની ટીમ પણ જમાવટ કરી ગઈ છે.બાળ કલાકાર સ્લોક બારોટ ની આ પહેલી ફિલ્મ છે.જે રાજદીપ બારોટ ના પુત્ર છે. ખલનાયક બનેલા પ્રેમ કંડોલિયાએ તો દર્શકોને આફરીન આફરીન કરી દીધા છે. તેના એક એક સંવાદ અને એક્શન પર લોકો ફિદા છે.

વિલન પ્રેમના ડાયલોગ અને જીગ્નેશ બારોટના ગીત સોશ્યલ મીડિયા ધૂમ મચાવી રહ્યા છે.! “મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે..” ગીત એ તો ઘુમ મચાવી છે. ફિલ્મના દિગ્દર્શક હર્ષદ કંડોલિયા અને ક્રિએટિવ દિગ્દર્શક ભાવેશ ગોરસિયા અને અનમોલ શાહ છે .ફિલ્મ ના સુમધુર ગીત રાહુલ વેગડ લખ્યા અને જેને સંગીતકાર મનોજ વિમલે ચાર ચાંદ લગાડ્યા છે.

આ ફિલ્મ આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર જિલ્લામાં શૂટ થઈ છે. ત્યાં ના નયનરમ્ય દ્રશ્યો અને લોકેશન ગુજરાતી ફિલ્મો માટે સાવ નવા છે. છોટાઉદેપુર જિલ્લાને કુદરતે આફટ સૌંદર્ય આપ્યું છે. ત્યાં પ્રવાસીઓ માટે પર્યટન સ્થળ કે ફિલ્મ શૂટિંગને સારી તક મળી રહે તેમ છે. ત્યાં ના લોકો પણ સરળ અને સહયોગ કરનારા છે. સરકારી તંત્ર પણ વિકાસની બાબત ને લઈ હકારાત્મક અભિગમ ધરાવે છે. ફિલ્મની સફળતા માટે આ પણ એક મોટું પરિબળ છે.

એક બીજી રીતે જોવા જઈએ તો અર્બન અને રૂલરના ભાગલા પાડનાર ને ‘હવે ક્યારે મળીશું’ ફિલ્મ જડબાતોડ જવાબ છે…!

આ ફિલ્મ માત્ર સિંગલ સિનેમામાં જ ચાલી તેવું નથી, મલ્ટીપ્લેક્ષમાં પણ  આ ફિલ્મમાં લોકો એ ભીડ જમાવી છે અને વખાણી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 363

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *