Breaking NewsCrime

રૂપાવટી ગામની સીમમા ખુલ્લા ઝુંપડામા જાહેરમાં જુગાર રમતા છ શકુનીઓ ને રોકડ રૂ.૨૪,૧૭૦/- નાં તથા મોબાઇલ તથા મોટર સાયકલ મળી કુલ કિંમત રૂપિયા ૭૬,૧૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કોન્સ શકિતસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે રૂપાવટી ગામની સીમમા આવેલ મંગાભાઇ ખોડાભાઇ ગોધાણીની બાજુમા આવેલ ખુલ્લા ઝુંપડામા જાહેરમાં જગ્યામાં અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ-૦૫ ઇસમો જાહેરમાં ગંજી પતાના પના વતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા મળી આવતા તેઓને જેમના તેમ બેસાડી દેતા જેમાં

(૧)મુકેશભાઇ હિમંતભાઇ ચારોલા ઉ.વ.૩૫રહેવાશી પચ્છેગામ તા.ગારીયાધાર જી.ભાવનગર (૨) વિમલભાઇ બાબુભાઇ નસીત ઉ.વ.૩૨ રહેવાશી અભરામપરા સાવરકુંડલા જી.અમરેલી (૩) હકુભાઇ વેળામભાઇ ખાવડીયા ઉ.વ.૪૫ રહેવાશી પાલીતાણા રોડ વિધ્યાનગરના નાકે ગારીયાધાર જી.ભાવનગર (૪) રમેશભાઇ હરિભાઇ ઝંઝવાડીયા ઉ.વ.૩૧ રહેવાશી અભરામપરા સાવરકુંડલા જી.અમરેલી (૫) રમેશભાઇ બોઘાભાઇ જાસોલીયા ઉ.વ.૪૫ રહેવાશી રૂપાવટી તા.ગારીયાધાર (૬) કાળુભાઇ મનુભાઇ ઉનાવા ઉ.વ.૩૨ રહેવાશી રૂપાવટી તા.ગારીયાધાર

ઉપરોકત પાંચ ઇસમો જાહેરમાં ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીત નો તીન પત્તીનો જુગાર રમી-રમાડતા ગંજીપાના નંગ- ૫૨ કિ.રૂ| ૦૦/૦૦ તથા રોકડ રૂપિયા ૨૪,૧૭૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૫ કિ.રૂ| ૧૭,૦૦૦/- તથા મોટર સાયકલ નંગ ૦૩ જેની કિ.રૂ.૩૫,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૭૬,૧૭૦/- ના મુદ્દામાલ સાથે પકડાય જતા તમામ સામે જુ.ધા.કલમઃ-૧૨ મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો. ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. તિરૂણસિંહ જીતુભા સરવૈયા પો.કો શકિતસિંહ સરવૈયા તથા પો.કોન્સ કુલદિપસિંહ ગોહીલ એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.

રિપોર્ટર વિપુલ બારડ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 358

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *