Breaking NewsCrime

રૂ.૪,૩૬,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે ભાવનગર જિલ્લાનાં પાલીતાણા-મહુવા ડિવીઝન વિસ્તારમાં થયેલ કુલ-૧૩ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

➡️ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી  એન.જી.જાડેજા અને પો.સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા તથા એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

➡️ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્‍ટાફનાં માણસોપો.ઇન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાંઓની સુચના અને માર્ગદર્શન મુજબ મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ટાણા વરલ ગામનાં રોડ ઉપર આવેલ આશ્રમ આવતાં હેડ કોન્સ. નરેશભાઇ બારૈયા અને પો.હેડ કોન્સ. અરવિંદભાઇ બારૈયાને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે,ટાણા-વરલ રોડ ઉપર આવેલ બેકડી ગામનાં પાટીયા પાસે (૧) લાલજી ઉર્ફે લાલો નાનજીભાઇ બારૈયા રહે.થોરાળી તા.શિહોર જી.ભાવનગર (૨) જીતેન્દ્દ ઉર્ફે જીતુ વિનુભાઇ બારૈયા (૩) મેહુલ દયારામભાઇ બારૈયા રહે. બંને દિહોર તા.તળાજા જી.ભાવનગરવાળા બે મોટર સાયકલ સાથે ઉભા છે.તેઓ પાસે સોનાનાં દાગીનાં અને શંકાસ્પદ મોબાઇલ ફોન છે. તેઓએ મોટર સાયકલ,સોનાનાં દાગીનાં તથા મોબાઇલ ફોન ચોરી કરીને લાવેલ છે. જે હકિકત આધારે  બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં માણસો પાસેથી શંકાસ્પદ રોકડ રકમ તથા ચીજવસ્તુઓ મળી આવેલ.

1️⃣ મેહુલ S/O દયારામભાઇ નરભેરામભાઇ બારૈયા ઉ.વ.૨૧ ધંધો-ખેતી રહે.પ્રાથમિક નિશાળ,ડુંગરા પાસે, દિહોર તા.તળાજા જી.ભાવનગરવાળા પાસેથી નીચે મુજબની ચીજવસ્તુઓ મળી આવેલ.

1. ભારતીય દરની ચલણી નોટો રૂ.૫૦૦ X ૪૬૪ કુલ રૂ.૨,૪૭,૦૦૦/-
2. કાળા કલરનું કવર ચડાવેલ કેસરી કલરનો રેડ મી કંપનીનો મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-
3. લાલ કલરનું કવર ચડાવેલ સફેદ કલરનો રેડ મી મોબાઇલ કિ.રૂ.૨,૦૦૦/-
4. સ્ટીલનાં પટ્ટાવાળી કાળા કલરનાં ડાયલમાં LOIS CARON લખેલ ઘડિયાળ કિ.રૂ.૭૫૦/-
5. હિરો કંપનીનું કાળા કલરનું સ્પ્લેન્ડર + આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ કિ.રૂ.૧૦,૦૦૦/-

2️⃣ લાલજી ઉર્ફે લાલો S/O નાનજીભાઇ ગણેશભાઇ બારૈયા ઉ.વ.૨૫ ધંધો-ડ્રાયવીંગ રહે.થોરાળી તા.શિહોર જી.ભાવનગરવાળા પાસેથી નીચે મુજબની ચીજવસ્તુઓ મળી આવેલ.

1. ભારતીય દરની ચલણી નોટો રૂ.૫૦૦ X ૪૦ કુલ રૂ.૨૦,૦૦૦/-
2. ભુરા કલરનું કવર ચડાવેલ સ્ટીલ ગ્રે કલરનો સેમસંગ કંપનીનો GALAXY A21 મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-
3. વિઝીટીંગ કાર્ડ,તેનાં નામનું ભારત સરકારનું આધાર કાર્ડ તથા ચુંટણી કાર્ડ કિ.રૂ.૦૦/-ગણી

3️⃣ જીતેન્દ્દ ઉર્ફે જીતુ S/O વિનુભાઇ હરજીભાઇ બારૈયા ઉ.વ.૨૬ ધંધો-ગેરેજનો રહે.ખોડીયાર વિસ્તાર,ડુંગરે,ગીતા હોલની બાજુમાં, દિહોર તા.તળાજા જી.ભાવનગરવાળા પાસેથી નીચે મુજબની ચીજવસ્તુઓ મળી આવેલ.

1. ભારતીય દરની ચલણી નોટો રૂ.૫૦૦ X ૨૦૨ જે કુલ રૂ.૧,૦૧,૦૦૦/-
2. કેસરી કલર જેવું કવર ચડાવેલ કબુતરી કલરનો રીયલ મી કંપનીનો મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-
3. તેનાં નામનું ભારત સરકારનું આધાર કાર્ડ કિ.રૂ.૦૦/-
4. સ્ટીલનાં પટ્ટાવાળી બ્લ્યુ કલરનાં ડાયલમાં A watch લખેલ ઘડિયાળ કિ.રૂ.૭૫૦/-
5. કાળા-ભુરા કલરની બજાજ કંપનીની CT 110 X આગળ-પાછળ નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ કિ.રૂ.૪૦,૦૦૦/-

➡️ આમ, ઉપરોકત ત્રણેય ઇસમો પાસેથી રોકડ રૂ.૩,૬૮,૦૦૦/-,મોબાઇલનંગ-૦૪ કિ.રૂ. ૧૭,૦૦૦/-,ઘડિયાળ નંગ-૦૨ કિ.રૂ. ૧,૫૦૦/- તથા મોટર સાયકલ નંગ-૦૨ કિ.રૂ. ૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૩૬,૫૦૦/-નો તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે ત્રણેય ઇસમોને હસ્તગત કરવામાં આવેલ.આ ત્રણેય ઇસમોને આગળની વધુ કાર્યવાહી માટે શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવા તજવીજ કરવામાં આવેલ.

➡️ આ મજકુર ઇસમોની પુછપરછ કરતાં તેઓએ છેલ્લાં દોઢેક વર્ષથી મહુવા તાલુકાનાં ધરાઇ, તળાજા તાલુકાનાં પાંચ પીપળા, તળાજામાં આવેલ નોકરીયાત સોસાયટી, મહુવા તાલુકાનાં લોયંગા,સરદારનગર વડીયા રોડ, પાલીતાણા, શિહોરનાં દેવગાણા,જેસર પાસે આવેલ ભાણવડિયા,શિહોરનાં દાત્રડ ગામે, બગદાણા પાસે આવેલ કરમદીયા, શિહોરનાં બોરડી,ગારીયાધારનાં ઠાંસા,મહુવાનાં વાઘનગર,જેસરનાં કાત્રોડી ખાતે ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની અને ,વિરપુરથી રંડોળા ગામ વચ્ચેથી મોટર સાયકલ ચોરી અને વરલથી થોરાળી ગામની નદીનાં કાંઠે  કુવામાંથી સબ મર્સીબલ પંપની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.

➡️ આમ,ભાવનગર,એલ.સી.બી. પોલીસે ઉપરોકત ઇસમોને પકડી પાડી ભાવનગર જિલ્લાનાં મહુવા તથા પાલીતાણા ડિવીઝન હેઠળનાં પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલ નીચે મુજબની ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલવામાં ખુબ જ મહત્વની સફળતા મળેલ છે.

1. બગદાણા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૭૨૦૦૪૭૪/૨૦૨૦ ઇ.પી.કો કલમઃ-૪૫૭, ૩૮૦,૫૧૧ મુજબ
2. અલંગ પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૨૨૧૦૦૧૭/૨૦૨૧ ઇ.પી.કો કલમઃ- ૩૮૦, ૧૧૪ મુજબ
3. તળાજા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૫૩૨૧૦૦૩૮/૨૦૨૧ ઇ.પી.કો કલમઃ- ૪૫૪, ૪૫૭,૩૮૦ મુજબ
4. બગદાણા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૭૨૧૦૦૮૪/૨૦૨૧ ઇ.પી.કો કલમઃ- ૪૫૪, ૩૮૦ મુજબ
5. પાલીતાણા ટાઉન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૪૨૨૧૧૧૧૦/૨૦૨૧ ઇ.પી.કો કલમઃ- ૪૫૭, ૩૮૦,૫૧૧ મુજબ
6. મોટા ખુંટવડા એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૩૦૨૧૦૪૬૨/૨૦૨૧ ઇ.પી.કો કલમઃ- ૪૫૪, ૩૮૦ મુજબ
7. શીહોર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૪૭૨૧૧૦૫૧/૨૦૨૧ ઇ.પી.કો કલમઃ- ૪૫૪, ૩૮૦ મુજબ
8. તળાજા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૫૩૨૧૦૮૮૪/૨૦૨૧ ઇ.પી.કો કલમઃ- ૪૫૪, ૩૮૦ મુજબ
9. બગદાણા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૭૨૧૦૫૧૫/૨૦૨૧ ઇ.પી.કો કલમઃ- ૪૫૪, ૩૮૦ મુજબ
10. શિહોર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૪૭૨૧૧૧૮૬/૨૦૨૧ ઇ.પી.કો કલમઃ- ૪૫૪, ૩૮૦ મુજબ
11. ગારીયાધાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૧૯૨૧૦૯૧૯/૨૦૨૧ ઇ.પી.કો કલમઃ- ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ
12. મહુવા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૩૫૨૧૧૭૧૬/૨૦૨૧ ઇ.પી.કો કલમઃ-૪૫૪, ૩૮૦ મુજબ
13. જેસર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૨૫૨૧૦૬૮૬/૨૦૨૧ ઇ.પી.કો કલમઃ- ૪૫૪, ૩૮૦ મુજબ

➡️ આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં નરેશભાઇ બારૈયા,વિઠ્ઠલભાઇ બારૈયા, મહિપાલસિંહ ગોહિલ,સાગરભાઇ જોગદિયા, જયરાજસિંહ જાડેજા,જયદાનભાઇ લાંગાવદરા, અરવિંદભાઇ બારૈયા તથા પો.કોન્સ. બીજલભાઇ કરમટીયા, સંજયભાઇ ચુડાસમા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 359

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *