Breaking NewsLatest

વર્લ્ડ સાઇકલ ડે..

સાઇકલ શબ્દ સાંભળતા જ દરેકના મનમાં ઘણી યાદોના વાવાઝોડા આવવા લાગ્યા હશે..કોઈને પોતાનું બાળપણ, તો કોઈને પોતાની તકલીફો, કોઈને મુશ્કેલ પરિસ્થિતિઓ તો કોઈને કંઈક કેટલીયે મજબૂરીઓ.. સવારમાં ઉઠીને જયારે ટિફિન સાઇકલમાં ભરાવીને પેન્ડલ મારતા જ, તેને ખેંચીને 2 રૂપિયા કમાવવા જવાની મુશ્કેલી સાથે એક મજા પણ અલગ જ હતી તેની સાથે શરીરની કસરત તો ખરી જ પણ આર્થિક રીતે પણ ઘણી બચતના એંધાણ દેખાતા, અને પ્રદુષણ મુક્ત વાતાવરણ તો મફતમાં જ મળતું, ના કોઈ પેટ્રોલ કે ડીઝલના ભાવ વધારાનું ટેન્શન હતું બસ ક્યારેક ટાયર હેરાન કરતુ હશે કે હવા નીકળી જવાની ઝંઝટ રહતી પણ તેની પણ રસ્તે રસ્તે સવલતો મળી રહેતી.. એક અલગ જ યાદો તેની સાથે જોડાયેલી હતી..
આજે મારે મારા સાઇકલના દિવસોની વાત કરવી છે, પ્રાથમિક શિક્ષણ સુધી તો કોઈ પ્રશ્ન નહોતો, કેમ કે શાળા નજીકમાં હતી, પણ જેવું માધ્યમિક શિક્ષણ શુરુ થયુ અને શાળા બદલવી પડી આશરે ઘરેથી અડધો કલાક જેવા સમય પહેલા નીકળવું પડે તો નિયમિત શાળાએ પહોંચાય, તે ચાલતા શક્ય નહોતું પછી એક જુનામાં સાઇકલ ખરીધી, મિત્રો મે ક્યારેય મારા જીવન વિશેની વધારાની વાતો નથી લખી ના કોઈ હમદર્દી માટે લખ્યું છે બસ લખાણમાં વાસ્તવિકતાનો જ ઉપયોગ થાય તેવા પ્રયાસો હોય છે મારા.. મારું નજીકનું જે મને સારી રીતે જાણતું હોય તેના મનમાં મારી ખોટી છાપ પડે કે ચલો માની લઈએ ના જાણતું હોય તો પણ લખાણમાં ખોટાને અવકાશ ના હોવો જોઈએ, હવે મુદ્દાની વાત કરીએ તો જૂની સાઇકલ ચાલતી તો સરસ પણ શાળા મોટી હોવાથી પાર્કીંગ માં ખૂબ જ મુશ્કેલ પડતી, સાઇકલ બહાર મૂકીએ તો કોઈ લઈ જાય તેનો ડર રહેતો અને અંદર મૂકીએ તો એટલી ભીડ રહેતી કે જયારે છૂટીએ ત્યારે સાઇકલ નીચે પડેલી હોય અને દયનીય હાલતમાં હોય તેને ઉભી કરવા માટે બીજી ચાર સાયકલને ખસેડવી પડતી અને રોજ કંઈકને કંઈક સાઇકલ ને લાગતી સમસ્યા થાતી, શાળાએ થી માંડ માંડ બહાર નીકળીએ ત્યારે શાળાની સામે જ હીરાનું કારખાનું હતું ત્યાંથી હીરાઘસુઓ 1 ની રિસેષમાં ઘરે જમવા નીકળે અને તે પણ મોટા પ્રમાણમાં એક બાજુ વિધાર્થીઓનો મેળો હોય,સાઇકલ લઈને ટ્રાફિકમાં નીકળવું બહુ જ મુશ્કેલ લગતું, ભૂખ પણ તેની ચરમ સીમાએ હોય અને જો સાઇકલમાં ગડબડ હોય તો પૂરું તેને સરખી કરીને જ ઘરે જવું પડે કેમ કે બપોરે ટ્યૂશન જવાનુ હોય ત્યારે સમસ્યા થાય, બપોરના સમયે પંચરવાળો પણ જો નસીબ ખરાબ હોય તો વહેલો ઘરે જમવા જતો રહ્યો હોય, બસ આ જ પળોજણમાં પણ ખુશી ખુશી દિવસો વીતતા, મુશ્કેલી પડતી પણ સમસ્યાનું હલ નીકળી જતું આમ ધીરે ધીરે ચાર વર્ષનો સમયગાળો નીકળ્યો અને માધ્યમિક શિક્ષણ પૂરું થયુ..
ખરી પરીક્ષા તો હવે શુરુ થઇ જયારે કંઈક ભવિષ્યમાં બનવાનું વિચાર કર્યો, શિક્ષક બનવાનું સપનું હતું એવી કોઈ જડતા નહોતી કે સરકારી જ નોકરી માટે કે પૈસા માટે બનવું પણ બાળકો માટે પહેલી જ લગાવ એટલે ધોરણ 12 માં 80 %સાથે પાસ થઇ અને ઘરની નજીકમાં જ ptc કોલેજમાં એડમિશન મળી ગયું ઘરની માંડ પાંચ મિનિટનો જ રસ્તો હતો હવે પેલી સાઇકલ મારી સામે રોજ તાક્યા કરતી મે તેને કહ્યું ધીરજ રાખ તને હું એકલી નહિ મુકું અને બે વર્ષ પુરા થયાં આગળ ભણવાનો વિચાર હતો પણ ઈચ્છા હતી કે ptc થઇ ગયું છે તો ચલો શાળામાં સેવા આપવાનું શુરુ કરી દઈએ.. સૌ પ્રથમ તો કોલેજમાં તપાસ કરી કે એક્સટર્નલ ભણવાનું શક્ય બનશે કે નહિ, ત્યાંથી માહિતી મળી કે હા ભણી શકાય વર્ષની બે પરીક્ષા આવે તેમ કોલેજના ત્રણ વર્ષ અને 2 વર્ષ m.a એટલે પોસ્ટ ગ્રેજ્યુએટના પુરા થાય.. અને એક બાજુ શાળામાં ઇન્ટરવ્યૂ આપ્યું અને સિલેકશન થઇ ગયું. અને જોબ શુરુ થઇ ગઈ હવે પેલી સાઇકલને ચિંતા થઇ કે હવે આ તો કમાતી થઇ ગઈ મોટુ સાધન લાવશે પણ તેના વિચારને મે ખોટો પાડ્યો, અને મે સાઇકલને ફરીથી એક નવું જીવન આપવાનું નક્કી કર્યું, મારા જીવનમાં મે ક્યારેય લોકો શું કહેશે તે વિચાર્યું જ નથી, શરમ નામનો શબ્દ મારા શબ્દકોષમાં જ નથી અને લોકોથી કંઈક અલગ કરવું એ મારો સ્વભાવ રહ્યો છે, મને ખબર છે કદાચ મારી હાંસી થશે, કે કોઈ શું વિચારશે પણ તેવા વિચારોને કે લોકોને મે ક્યારેય જિંદગીમાં સ્થાન આપ્યું નથી હાલ પણ મારા જીવનમાં મને પ્રોત્સાહિત કરે અને હિમ્મત વધારે તેવા લોકો વધુ છે.. ને હું શાળામાં બાળકોને ભણાવવા સાઇકલ લઈને જ જવા લાગી, અમુક લોકો કહેતા કે તમારા વિધાર્થીઓ સાઇકલ લઈને આવે અને તમે પણ ત્યારે હું કહેતી કે હું આ જીવન વિદ્યાર્થી છું અને રહીશ. અને ક્યારેક હું અને મારા વિદ્યાર્થીઓ સાથે પણ થઇ જતા અને તેમને પણ ઉત્સાહ થતો અને તેઓ કહેતા કે મેમ તમે આ ઉંમરે સાઇકલ ચલાવી શકો તો હજુ અમે તો હમણાં જ જિંદગી શુરુ કરી છે અમે ક્યારેય મમ્મી પપ્પા સામે ખોટી માંગણીઓ નહિ કરીએ આ સાઇકલ અમારા માટે બેસ્ટ છે અને તેમનો આ જવાબ સાંભળી મારું હૃદય ગદ્દગદ્દ થતું કે એક શિક્ષકનું વિદ્યાર્થીઓ કેટલું અનુકરણ કરતા હોય છે. પછી ધીરે ધીરે બપોરના ટ્યૂશન લેવાનું નક્કી કર્યું તેમાં પણ હું સાઇકલ લઈને જ જતી અને વચ્ચે વચ્ચે 10 મિનિટનું અંતર રાખતી અને એક સાથે પાંચ બેન્ચનું ટ્યૂશન પૂરું કરતી, મારા પગ સાથે મારી સાઇકલ પણ ખડા પગે દોડતી એક જુનામાં લીધેલી સાઇકલએ મિત્રો મને 10 વર્ષ સાથ આપ્યો,અને મારું ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પણ ઘરે બેઠા જ પૂરું થયું લગ્નની ઘડી નજીક આવી જોબ અને ટ્યૂશન બંધ થયાં ત્યારે પેલી સાઇકલને મે રડતા જોયેલી અને મે મમ્મી પપ્પા સાથે વચન માગ્યું આ સાઇકલ સાથે મારું જીવન, મારી યાદો, મારી મુશ્કેલીઓ અને મારો સંઘર્ષ જોડાયેલ છે તેને હું વેચવાનું પસંદ નહિ કરું, આ સાઇકલ મારા જેવા કોઈક જરૂરિયાતમદ ને આપી દેશો તો મને ગમશે અને આ સાઇકલનું આયુષ્ય પણ વધશે. અને અંતે એવુ જ થયું એક ગરીબ બાળકને તે સાઇકલ મારા લગ્ન પછી ભેટમાં આપી દીધી અને તેનો ઉત્સાહ જોવા જેવો હતો અને મારા મનને શાંતિ થઇ.. તડકાં, છાંયડા, વરસાદમાં હું ભલે હેરાન થઇ પણ મારી એક માત્ર સખી મારી સાઇકલ હંમેશા મારી સાથે હતી.. અને લોકો એટલે જ મને સાઇકલ ચલાવતા જોઈ ગીત ગાતા.. મેરે જીવનસાથી… 🥰જે લોકોએ મને નજીકથી જાણી છે તેમને મારો ઇતિહાસ વાંચી ઘણું યાદ આવતું હશે અને જે પહેલીવાર વાંચે છે.. તેમને આ લેખ રસપ્રદ લાગ્યો હશે.. તેવી આશા સહ.. સાઇકલ દિવસની શુભકામનાઓ..

સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *