bhavnagarBreaking NewsGujarat

રાજ્યકક્ષાનાં કેન્દ્રીયમંત્રી અને ભાવનગરનાં સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયાએ જિલ્લાનાં પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી

કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ ભાવનગરનાં સાંસદ શ્રીમતી નીમુબેન બાંભણીયાએ  ભાવનગરમાં સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી હતી.

મંત્રીશ્રીએ જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ સાથે બેઠકમાં ભાવનગર જિલ્લામાં ચાલી રહેલા પ્રગતિના કામો અને વિવિધ પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા એ જિલ્લામાં ચાલી રહેલાં રસ્તાનાં નિર્માણકાર્ય,પાણી પુરવઠા,વીજપુરવઠો,સિંચાઇ,આરોગ્ય સહિતના મુદ્દાઓ પર મંત્રીશ્રીને માહિતી પૂરી પાડી હતી.

મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ અધિકારીઓને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ષ ૨૦૪૭ વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવાનાં વિઝન સાથે એ દિશામાં દરેક વિભાગોએ પરસ્પર સંકલન સાધીને કામગીરી કરવા જણાવ્યું હતું.વિકાસના કામો સમયસર પૂરા થાય એ રીતે સમયાંતરે ગુણાત્મક મોનીટરીંગ કરવા પણ જણાવ્યું હતું.

આ તકે મેયર શ્રી ભરતભાઈ બારડ,ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા,સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી રાજુભાઈ રાબડીયા,મ્યુનિસિપલ કમિશનર શ્રી એન.વી.ઉપાધ્યાય,જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ,નાયબ વન સંરક્ષક શ્રી સાદીક મુંજવર,નિવાસી અધિક કલેકટર શ્રી એન.ડી.ગોવાણી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરૂ,આગેવાન શ્રી અભયભાઈ ચૌહાણ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજન

પશ્ચિમ રેલવેના રાજભાષા વિભાગ દ્વારા તા. 31-03-2026ના રોજ ભાવનગર પરા સ્થિત પશ્ચિમ…

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

1 of 392

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *