પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ચોરી/લુંટના ગુનાઓ શોધી કાઢવા સખત સુચના આપેલ.
આજરોજ એલ.સી.બી સ્ટાફના માણસો સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, ભાવનગર, તખતેશ્વર તળેટી રોડ, શિવદર્શન ટેનામેન્ટની સામે ખુલ્લા પ્લોટમાં એક સિલ્વર કલરના સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે ત્રણ માણસો સોના-ચાંદીનાં દાગીના સાથે ઉભેલ છે. જે તેઓ કયાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા નીચે જણાવેલ નામવાળા ત્રણ ઈસમો સોના-ચાંદી જેવા દાગીના તથા અન્ય સામાન સાથે હાજર મળી આવતા તેઓની પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ જણાવતા ન હોય જેથી શંકાસ્પદ મુદ્દામાલ તરીકે તપાસ અર્થે કબ્જે કરેલ. અને તેઓ ત્રણેયની પુછપરછ કરતા આ સોના ચાંદીના દાગીના આજથી આઠેક દિવસ પહેલા પોતાના સ્પલેન્ડર મોટર સાયકલ લઈ નિલમબાગ સર્કલ પાસે રોડ ઉપર આવેલ એક રહેણાંક મકાન લોખંડના ગણેશીયાથી તાળુ તોડી મકાનમાં પ્રવેશી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાનું તથા આજથી અઢીથી ત્રણેક મહીના પહેલા દાદરાનગર હવેલી નરોલી ગામમાં દિવસના સમયે એક બંધ મકાનમાંથી ચાંદીની કડલી, જુડો, સિક્કા તથા સોનાનો ચેઈન તથા સોનાની બુટ્ટી, મંગળ સુત્રની ચોરી કરેલ હોવાની કબુલાત આપતા તેઓ વિરુધ્ધા અગળની કાર્યવાહી થવા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓ-
1. સમીરભાઈ સલીમભાઈ ડેરૈયા ઉ.વ.૨૫ રહે. પરિમલ પુલ પાસે, પાલીતાણા, જી. ભાવનગર
2. મનોજ ઉર્ફે ચીમન મહેશભાઈ ગોહેલ ઉ.વ.૨૦ રહે. શેરી નં.૦૪, મોતી તળાવ, કુંભારવાડા ભાવનગર
3. સોહિલખાન સાદિકખાન રીંદ ઉ.વ.૨૪ રહે. હાલ. કે.જી.એન. નગર, વરતેજ, ભાવનગર મુળ રહે. પ્લોટ વિસ્તાર, બુઢણા ગામ, તા.શિહોર જી.ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. એક મીક્સ ધાતુની કળશ ઠાંકણા સાથેનો (ગરબો-દિવડો) આશરે કિ.રૂ.૧૫૦૦/- ગણી
2. એક મીક્સ ધાતુની વાટકી અને ચમચી આશરે કિ.રૂ.૫૦૦/- ગણી
3. એક ચાંદીની સોનાના ગ્લેટવાળી રજવાડી ડીજાઈનની ગળામાં પહેરવાની હાંસડી વજન ૨૫ ગ્રામ કિ.રૂ.૨૨૦૦/-
4. એક સોનાનો પટ્ટી ઘાટનો સોનાનો ચેઈન વજન ૧૪ ગ્રામ ૮૦ મીલીગ્રામ આશરે કિ.રૂ.૧,૨૫,૦૦૦/- તથા ઓમ ડીઝાઈનનું પેન્ડલ વજન ૯૩૦ મીલીગ્રામ કિં.રૂ.૭૨૦૦/- ગણી
5. ચાંદીના શ્રી જલારામબાપા લખેલ સિક્કો તથા બીલીપત્રનું પાન કિ.રૂ.૧૪૦૦/-
6. એક પિળી ધાતુની હિરા જડીત GRAND EGALE લખેલ લેડીઝ ઘડીયાલ કિ.રૂ.૫૦૦૦/-
7. અંગ્રેજીમાં CARRERA બ્રાન્ડના ચશ્મા કિ.રૂ.૧૦૦૦/- ગણી
8. એક ભુરા કલરનો હાથાવાળો DENEERS લખેલ પેચીયુ કિ.રૂ.૧૦૦/-
9. એક લોખંડનો નક્કર ગણેશીયો એક બાજુ ધારવાળો કિ.રૂ.૫૦/-
10. હિરો હિન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૧,૪૧,૬૫૦/-નો મુદ્દામાલ
શોધી કાઢેલ ગુનાઓ :-
1. નિલમબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૪૪/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
2. નિલમબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૬૬૨/૨૦૨૫ બી.એન.એસ કલમઃ-૩૦૫(એ), ૩૩૧ (૪) મુજબ
3. દાદરાનગર હવેલી, નારોલી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૯/૨૦૨૫ બી.એન.એસ.કલમઃ-૩૦૫ મુજબ
આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ :-
સમીરભાઈ સલીમભાઈ ડેરૈયા
1. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૫૫૧/૨૦૨૦ જુગારધારા કલમ ૧૨
2. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૨૦૪/૨૦૧૯ જુગારધારા કલમ ૧૨
3. ગંગાજળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૩૧૪/૨૦૨૦ જુગારધારા કલમ ૧૨
4. ભાવનગર રેલ્વે પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૪૧/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૩૭૯(એ)(૩)
5. પાલી. ટાઉન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૫૨૬/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ એ,એ, ૧૧૬ બી, ૮૧
6. પાલી. ટાઉન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૬૧૯/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ એ,એ, ૧૧૬ બી, ૮૧
7. શિહોર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૯૭૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૫, ૩૩૧(૩), ૩૩૧(૪)
8. શિહોર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૯૭૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૫, ૩૩૧(૩), ૩૩૧(૪)
9. ભરૂચ, સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૫૭૮/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૩૭૯
મનોજ ઉર્ફે ચીમન મહેશભાઈ ગોહેલ
1. ગંગાજળીયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૬૧/૨૦૨૧ ઈ.પી.કો કલમ ૪૫૭, ૩૮૦
2. નિલમબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૨૩૮/૨૦૨૧ ઈ.પી.કો કલમ ૪૫૪, ૩૮૦
3. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૫૫૧/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૩૭૯
4. ઘોઘારોડ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૪૯૮/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦
5. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૦૭૩/૨૦૨૩ જુગારધારા કલમ ૧૨
6. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૦૭૬/૨૦૨૩ બી.એન.એસ કલમ ૩૦૫, ૩૩૧
7. બોરતળાવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૩૬/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૪૫૪, ૩૮૦
સોહીલખાન સાદિકખાન રીંદ
વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૩૨/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ એ,ઈ, ૧૧૬ બી, ૮૧, ૯૮(૨)
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વનરાજભાઈ ખુમાણ, બાવકુદાન કુંચાલા, જયદિપસિંહ ગોહીલ, માનદિપસિંહ ગોહીલ, એઝાખખાન પઠાણ, કેવલભાઈ સાંગા, પ્રજ્ઞેશભાઈ પંડયા