bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો ચોરી કરેલ સોલાર પેનલની પ્લેટ્સ નંગ-૧૧૫ કિ.રૂ.૧૮,૪૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાંખ્યો.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓ તથા અલગ-અલગ કંપનીઓ દ્વારા સ્થાપવામાં આવેલ સોલાર પેનલ પ્લેટસના પ્રોજેકટવાળી જગ્યાઓમાંથી સોલાર પેનલ પ્લેટની ચોરીના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા એલ.સી.બી.સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

આજરોજ તા.૦૪/૦૧/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ઉપરોકત સુચના આધારે ભાવનગર,તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાબાભાઇ હરકટ તથા એજાજખાન પઠાણને બાતમીરાહે હકિકત મળેલ કે, સાદીક કાળુભાઇ જાખરા રહે.પાવઠી તા.તળાજા જી.ભાવનગરવાળા તેના મળતીયા ફારૂકભાઇ હાજીભાઇ સેલોત રહે.સાવર કુંડલાવાળા સાથે મળીને પાવઠી ગામની કીતાની નહેર વિસ્તારમાં ફુલસર ગામના રોડ ઉપર આવેલ યુનુસભાઇ નુરભાઇ જુણેજાના કુકડા ફાર્મની જગ્યામાં સોલાર પેનલની પ્લેટો રાખેલ છે.જે સોલાર પ્લેટ તેઓ કયાંથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબની શંકાસ્પદ સોલાર પ્લેટ્સ સાથે હાજર મળી આવેલ.જે સોલાર પ્લેટ્સ રાખવા અંગે તેઓની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.જેથી આ તમામ સોલાર પ્લેટ્સ તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ બંનેની પુછપરછ કરતાં સાદિક જાખરા અગાઉ લીલવણ ગામે આવેલ ઓપેરા એનર્જી પ્રા.લી.માં ડ્રાયવર તરીકે નોકરી કરતો હતો.તેણે ગયા બારમા મહિનામાં લીલવણ ગામે આવેલ ઓપેરા એનર્જી પ્રા.લી.માં ચોકિદાર તરીકે કામ કરતાં નરશીભાઇ ખોડાભાઇ રહે.લોંગડી તા.મહુવા જી.ભાવનગરવાળાની સાથે મળી ચોકીદારને વાપરવા માટે રૂ.૧૫,૦૦૦/- આપવાની અને ચોરેલી પ્લેટ વેચાય પછી બીજા રૂપિયા આપવાની વાત કરી તેના મિત્ર ભરતભાઇ રહે.સાંખડાસર તા.તળાજા જી.ભાવનગરવાળાની બોલેરો પીકઅપ રજી. નંબર-GJ-05-YY 3541માં ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી રાતના સમયે સોલારની પ્લેટ-૧૧૫ બોલેરોમાં ભરી બે ફેરામાં તેના કુંટુંબી મામાના દીકરા યુનુસની વાડીએ સાચવવા માટે રાખી દીધેલ હોવાની અને આ તમામ પ્લેટ ફારૂકભાઇ સેલોત રહે.સાવરકુંડલાવાળાને એક પ્લેટ રૂ.૫,૦૦૦/- લેખે વેચી આપેલ હોવાથી તે સોલારની પ્લેટો ભરવા આવેલ હોવાનું જણાવેલ.જે અંગે તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તમામને આગળની કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ આરોપીઃ-
1. સાદીક કાળુભાઇ જાખરા ઉ.વ.૨૨ ધંધો-ડ્રાયવીંગ રહે.રોયલ પાર્ક વિભાગ-૦૧, શેઠની વાડી, પાવઠી, તા.તળાજા જી.ભાવનગર
2. ફારૂકભાઇ હાજીભાઇ સેલોત ઉ.વ.૩૭ ધંધો- ડ્રાયવીંગ રહે.ખાદી કાર્યાલય, પાણીની ટાંકી પાસે, સાવરકુંડલા જી.અમરેલી

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
એલ્યુમીનીયમ ધાતુમાં ફીટ કરેલ WAAREE ONE WITH THE SUN MADE IN INDIA લખેલ આશરે ૭.૫ X ૩.૫ ફુટની પ્લેટ નંગ-૧૧૫ કિ.રૂ.૧૮,૪૦,૦૦૦/-નો મુદ્દામાલ

રાત્રીના સમયે લીલવણ ગામે ઓપેરા એનર્જી પ્રા.લી.માંથી સોલાર પ્લેટની ચોરી કરેલ છે.

શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-
બગદાણા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૭૨૪૦૦૦૧/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ-૪૪૭,૩૭૯ મુજબ

આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,સ્ટાફનાં બાબાભાઇ હરકટ,યુસુફખાન પઠાણ,અશોકભાઇ ડાભી,મહેન્દ્દસિંહ સરવૈયા,ભદ્દેશભાઇ પંડયા,પાર્થભાઇ ધોળકિયા,એજાજખાન પઠાણ,વિશ્વજીતસિંહ ઝાલા વગેરે જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 380

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *