Latest

કન્યા સાક્ષરતા નિવાસી શાળા,ગઢ મહુડીની દીકરીઓએ વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, માંકડી ની મુલાકાત લીધી

પીએમ શ્રી કન્યા સાક્ષરતા નિવાસી શાળા, ગઢ મહુડી ની ધોરણ 6 થી 8 ની 180 જેટલી દીકરીઓએ થીમ ઓફ ટવિનીંગ અંતર્ગત રિહેન એચ. મહેતા વિદ્યાલય , માંકડીની મુલાકાત લીધી હતી.

શાળાના શિક્ષક શ્રી મહેશભાઈ ચૌધરીએ તમામ દીકરીઓને વાહ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની મુલાકાત કરાવી હતી તથા વિજ્ઞાનની વિવિધ પ્રવૃત્તિઓ કરાવી હતી.

દીકરીઓને પેપર કટિંગ દ્વારા રોકેટ બનાવતા અને માનવ શરીરના વિવિધ અંગોની સમજ તેમજ ગાણિતિક કોયડાઓની પણ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.વિવિધ રમતો અને બાળગીત પણ કરાવવામાં આવ્યા હતા.

વિજેતા દીકરીઓને શાળાના આચાર્યશ્રી ડો.રાકેશ પ્રજાપતિ એ પ્રોત્સાહક ઇનામ પણ આપ્યા હતા.શાળા તરફથી તમામ દીકરીઓ તથા સ્ટાફને અલ્પાહાર પણ આપવામાં આવ્યો હતો.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *