bhavnagarBreaking NewsCrimeGujarat

ગંજીપત્તાનો તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા કુલ-૧૦ પૈકી ૦૬ માણસોને રોકડ રૂ.૧,૦૭,૫૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ​ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૩૦/૦૬/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફના માણસો મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ.ભદ્દેશભાઇ પંડયા તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે,કંટાસર ગામે અબુભાઇ મહમદભાઇ બેલીમ રહે.રાતોલવાળાની વાડી પાસે અમુક માણસો ગોળ કુડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માાણસો ગંજીપત્તાના પાના-પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતાં પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ મહુવા રૂરલ પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

આરોપીઓઃ-
1. અકીલઅબ્બાસ અનીસહુસૈન નકવી ઉ.વ.૪૪ રહે.સાદાત કોલોની, મહુવા જી.ભાવનગર
2. વિપુલભાઇ ધીરૂભાઇ રાઠોડ ઉ.વ.૩૨ રહે.જનતા પ્લોટ નં.૧, દાસારામ મંદિર પાસે, મહુવા જી.ભાવનગર
3. ભાવેશભાઇ હકાભાઇ પરમાર ઉ.વ.૩૪ રહે.ઇન્દીરાનગર, મહુવા જી.ભાવનગર
4. ધનજીભાઇ શેફાભાઇ બારૈયા ઉ.વ.૪૨ રહે. એકતા સોસાયટી , મહુવા જી.ભાવનગર
5. સાદિકભાઇ ફરીમભાઇ સોરઠીયા ઉ.વ.૩૬ રહે.ઇન્દીરાનગર, રેલ્વે સીંગલ, મહુવા જી.ભાવનગર
6. ધીરૂભાઇ વાલાભાઇ શિયાળ ઉ.વ.૪૫ રહે. કૃષ્ણનગર, કંપોઝનો ખાડો, મહુવા જી.ભાવનગર
7. કલ્પેશભાઇ ઉર્ફે લાલો લોમડી રામજીભાઇ ચૌહાણ રહે.મહુવા, જી.ભાવનગર ( પકડવાના બાકી)
8. લાભુભાઇ નારણભાઇ ગુજરીયા રહે.ખોખરા પ્લોટ, મહુવા જી.ભાવનગર ( પકડવાના બાકી)
9. જાવેદભાઇ રહીમભાઇ મકવાણા રહે.રાતોલ ગામ, તા.મહુવા જી.ભાવનગર ( પકડવાના બાકી)
10. પારસભાઇ શૈલેષભાઇ ગુંદાણી રહે.ગાધકડા બજાર, મહુવા જી.ભાવનગર ( પકડવાના બાકી)

રેઇડ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/- તથા રોકડ રૂ.૧,૦૭,૫૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૦૭,૫૦૦/-નો મુદ્દામાલ

આ સમગ્ર કામગીરી માં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી એસ.વાય ઝાલા તથા પોલીસ સ્ટાફના ભદ્દેશભાઇ પંડયા,અશોકભાઇ ડાભી,તરૂણભાઇ નાંદવા જોડાયેલ હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 432

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *