bhavnagarBreaking NewsCrimeGujarat

રોકડ રૂ.૧૨,૦૧૦/-ના મુદ્દામાલ સાથે વરલી મટકાના આંકડાનો હારજીતનો જુગાર રમતા ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને સખત સુચના આપેલ.

તા.૦૧/૦૭/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અરવિંદ ઉર્ફે વાઘજી ધમાભાઇ પરમાર રહે.ચીરોડીમા,મોતી સ્ટુડીયોની બાજુમાં,કરચલીયા પરા,ભાવનગરવાળો ટેકરી ચોક,નિર્ભયેશ્વર મહાદેવના મંદિર પાસે જાહેર જગ્યામાં ઉભો રહીને વરલી-મટકાના આંકડા લખી-લખાવી પૈસાની લેતી-દેતી કરી હાર-જીતનો જુગાર રમી રમાડતા હોવાની બાતમી મળેલ. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માાણસ વરલી મટકાનાં આંકડા લખેલ ચીઠ્ઠી તથા રોકડ રૂપિયા સાથે હારજીતનો જુગાર રમતાં પકડાય ગયેલ. તેના વિરૂધ્ધ ગંગાજળીયા પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓઃ-અરવિંદ ઉર્ફે વાઘજી ધમાભાઇ પરમાર ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે.મોતી સ્ટુડીયોની બાજુમાં, ચીરોડીમા,દિનાભાઇ દુકાન પાસે,કરચલીયા પરા,ભાવનગર

તેમની પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલઃ-વરલી આંકડા લખેલ ચીઠ્ઠીઓ નંગ-૦૪ કિ.રૂ.૦૦/-,બોલપેન-૦૧ કિ.રૂ.૦૦/-,રોકડ રૂ.૧૨,૦૧૦/- મળી કુલ રૂ.૧૨,૦૧૦/-નો મુદ્દામાલ

આ કામગીરી માં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ તથા વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,જયદિપસિંહ રઘુભા,લગ્ધીરસિંહ ગોહિલ જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર…

અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના કાલુપુરમાં ગત રવિવારે વહેલી સવારે એક…

1 of 108

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *