Crime

ખદરપર ગામેથી જુગારનો ગણનાપા્ત્ર કેસ શોધી કાઢતી અલંગ પોલીસ ટીમ

ભાવનગર રેન્જના આઇ.જી.પી શ્રી ગૈાતમ પરમાર તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ તથા મહુવા ડિવીઝન ના નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.એચ.સરવૈયા ના ઓએ અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમા; દારૂ અને જુગારની બંદી દુર કરવા સુચના કરેલ જે અન્વયે
અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એચ.એસ.તિવારી નાઓની સુચના અને માર્ગદશન હેઠળ મળેલ બાતમી હકીકત આધારે અલંગ પોલીસ સ્ટેશનના સ્ટાફે ખદરપર ગામે વાડી વિસ્તારમાંથી રાત્રીના સમયે જાહેરમાં ગોળ કુંડાળુ વળી પૈસા પાના વડે હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રહેલ ત્રણ ઇસમોને રોકડ રૂપિયા ૧૦,૬૦૦/- તથા જુગારને લગત મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓ-
(૧)ભરતભાઇ કાળુભાઇ દેસાઇ ઉ.વ.૪૦ રહે-ખડસલીયા તા.જી.ભાવનગર
(૨)વીઠ્ઠલભાઇ તેજાભાઇ વાઘેલા ઉ.વ.૪૨ રહે-ખડસલીયા તા.જી.ભાવનગર
(૩)મુકેશભાઇ પોપટભાઇ ડાભી ઉ.વ.૨૮ રહે-ખડસલીયા તા.જી.ભાવનગર

કામગીરી કરનાર ટીમ-
આ સમગ કામગીરીમાં અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એચ.એસ.તિવારી સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં હેડ કોન્સ. રાજપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ. જગદિશભાઇ પ્રેમજીભાઇ તથા પો.કોન્સ.કીશોરભાઇ ઓઘડભાઇ તથા પો.કોન્સ.ઉપેન્દ્રભાઇ રણજીતભાઇ તથા પો.કોન્સ. શક્તિસિંહ બળવંતસિંહ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બહારથી દર્શનના બહાને અંબાજી આવીને જુગાર રમવો ફેશન, અંબાજી પોલીસ ત્રાટકી, ભવાની ની હોટલમાં જુગાર રમાતો હતો

યાત્રીકોના નામે પોતાના ગામથી અન્ય ગામમાં દર્શનના બહાને રૂમ બુક કરાવીને રૂમમાં…

1 of 82

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *