Latest

જુનાગઢ વેલાવડ ખાતે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ દ્વારા સંત શ્રી વેલનાથ બાપું ની દ્વિતિય દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી

આજ રોજ તા. ૧૩/૮ /૨૦૨૩ રવિવાર ના રોજ ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ ના પ્રમુખ અને ઉદ્યોગપતિ ભામાશા શ્રી ધર્મેશભાઈ જંજવાડિયા ચુંવાળીયા કોળી સમાજ ના ધર્મ ગુરુ દ્વારા સંત શિરોમણી બાપુની આરાધ્ય ચેતન સમાધિ વેલાવડ ની જગ્યા ભવનાથ જુનાગઢ ખાતે દ્વિતિય દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

આ યાત્રાનું પ્રસ્થાન ઢોલ નગારા શરણાઈ અને ડી જે ના તાલે જય વેલનાથ ના નાદ સાથે સવારે દશ કલાકે ભારતી આશ્રમ થી કરવામાં આવ્યુ હતું જેમા જુનાગઢ ગિર સોમનાથ ના સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા તથા ચુંવાળીયા કોળી સમાજ ના હળવદ ના પૂર્વ ધારાસભ્ય શ્રી પરશોતમભાઈ સારીયા તથા ગુજરાત ભરમાંથી ચુંવાળીયા કોળી સમાજ ના સામાજીક રાજકીય આગેવાનો તથા સંગઠનો મંડળો તથા ભાઈઓ અને બહેનો એ આ દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રા મા બહોળી સંખ્યામાં હાજરી આપી હતી

અને આ દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રા ભવનાથ ના મુખ્ય માર્ગો ઉપર ફરી વેલાવડ ખાતે પહોંચી હતી જ્યા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ જંજવાડિયા પરિવાર અને આમંત્રિત લોકો દ્વારા સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુ ની જગ્યાએ દિવ્ય ધ્વજાઆરોહણ કરવામાં આવેલ અને તમામ આમંત્રિત આગેવાનો અને કાર્યકરો નું ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું

સાથે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમા કોળી સમાજનું ગૌરવ એવા કોકીલ કંઠી લલિતાબેન ઘોડાદ્વા તથા કોળી સમાજની ઉભરતી કલાકાર કિંજલ મકવાણા તથા સાથી કલાકારો દ્વારા સંત વેલનાથ બાપું ના ભજનો ગવાયા હતા

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ અને જુનાગઢ ની ટીમ દિનેશભાઈ મકવાણા બાલાભાઈ પંચાસરા નટુભાઈ કુવરીયા ચેતન મકવાણા ભરતભાઈ ડાભી દેવભાઈ કોરડીયા ભરતભાઈ બાલોદ્વા વિજયભાઈ ડાબસરા તથા જુનાગઢ શહેર તથા તાલુકાના આગેવાનો બટુકભાઈ મકવાણા કાળુભાઈ કડીવાર અશોકભાઈ મકવાણા જીતેન્દ્ર રાનેરા કાળુભાઈ ચાવડા સમજુભાઈ સોલંકી મોહનભાઈ માંડવિયા જીગરભાઈ પરમાર જયરાજભાઈ મકવાણા પંકજભાઈ ભરડા કાંતીભાઈ ચૌહાણ કિશોરભાઈ રાખશીયા રામદેભાઈ ચુડાસમા કે ડી સગારકા તથા ગુજરાત ભરમાંથી આવેલા આગેવાનો અને કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી અંતમાં આ દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રામા સહભાગી થઈ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી ધર્મેશભાઈ જંજવાડિયા દ્વારા તમામ નો હ્દય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નશાબંધી સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે શહેરમાં બાઈક રેલીનું આયોજન કરી યુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત: પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે તા.૨/૧૦/૨૦૨૪ થી…

1 of 555

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *