bhavnagarBreaking NewsCrimeGujarat

ચોરીના ગુન્હામાં ભાવનગરના વેળાવદર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરીયાદ માં છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા-ફરતાં આરોપીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ દ્વારા ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં ઇ.ચા.પોલીસ સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જંમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

જે અનુસંધાને ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પો.કો.સોહિલભાઇ ચોકિયાને બાતમી મળેલ કે,ભાવનગર,વેળાવદર ભાલ (પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી રોમીઝખાન ઉર્ફે રોકી મંહદમદખાન ઉર્ફે રાજભા રહે.ગેડીયા તા.પાટડી જી.સુરેન્દ્રનગરવાળો ભાવનગર-પીપલી હાઇ-વે નીરમાની ચોકડી પાસે આવેલ ખોડીયાર હોટલની સામે રસ્તા ઉપર ઉભો છે. જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતા-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી લઇ વેળાવદર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

નાસતા-ફરતાં પકડાયેલ આરોપીઃ-રોમીઝખાન ઉર્ફે રોકી મંહદમદખાન ઉર્ફે રાજભા જત મલેક ઉ.વ.૨૬ ધંધો-ખેતી રહે. મોરીયાના રસ્તે,ગેડીયા તા.પાટડી જી.સુરેન્દ્રનગર

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી ભૈરવદાન ગઢવી,ભહિપલસિંહ ચુડાસમા,સોહિલભાઇ ચોકીયા,ચંદ્દસિંહ વાળા,હારિતસિંહ ચૌહાણ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 391

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *