bhavnagarBreaking NewsCrimeGujarat

વરલી મટકાના આંકડાનો હારજીતનો જુગાર રમતાં એક માણસને રોકડ રૂ.૧૪,૧૪૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,શ્રી એમ.જે.કુરેશી,શ્રી વી.વી.ધ્રાગુ તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૧૨/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો.ભદ્દેશભાઇ પંડયા તથા પો.કો.તરૂણભાઇ નાંદવાને બાતમી મળેલ કે,મહુવા,પુજા કોમ્પલેક્ષ પાસે ભાવીકભાઇ અશોકભાઇ સાંખટ રહે.કૃષ્ણ સોસાયટી,કોલેજ રોડ,મહુવાવાળા જાહેરમાં પૈસાની આપ-લે કરી વરલી મટકાના આંકડાનો જુગાર રમી-રમાડે છે.જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માણસ નીચે મુજબનાં મુદ્દામાલ સાથે વરલી મટકાના આંકડાનો જુગાર રમતા પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપીઃ-

ભાવીકભાઇ અશોકભાઇ સાંખટ ઉવ.૩૭ ધંધો-વેપાર રહે.કૃષ્ણ સોસાયટી,કોલેજ રોડ,મહુવા

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

બોમ્બે વરલી મટકાના આંકડા લખેલ સાહીત્ય તથા રોકડા રૂ.૧૪,૧૪૦/-નો મુદ્દામાલ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,શ્રી એમ.જે.કુરેશી,શ્રી વી.વી.ધ્રાગુ તથા પોલીસ કર્મચારી અશોકભાઇ ડાભી,ભદ્દેશભાઇ પંડયા,તરૂણભાઇ નાંદવા,મહેન્દ્દસિંહ સરવૈયા વગેરે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

1 of 433

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *