Breaking NewsLatest

અરવલ્લીઃસાકરીયાના અકસ્માતમાં ઘાયલ યુવાનનું સારવાર દરમિયાન મોત

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જીલ્લાના મોડાસામાં ઉત્તરાયણ સમયે પતંગની દોરીથી બચવા જતાં એકટીવા ચાલક યુવાન ઝાડ સાથે ટકરાતાંં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ આજે ચાર દિવસ પછી આશાસ્પદ યુવાનનું મોત નિપજતાં સાકરીયા ગામમાં શોકનું મોજું ફરી મોજું ફરી વળ્યું હતું . વધુ વિગતો મુજબ, અકસ્માતમાં ઘાયલ યુવાન મુળ મોડાસા તાલુકાના સાકરીયા ગામના વતની એવા જનકભાઈ પટેલ ઉત્તરાયણના દિવસે મોડાસાના રેલવે ગ્રાઉન્ડ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પતંગની દોરીથી બચવા જતાં નજીક આવેલા ઝાડ સાથે અથડાતા ગંભીર ઈજાગ્રસ્ત થતાં સાર્વજનિક હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જનકભાઈને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં અમદાવાદ દાખલ કરવામાં આવ્યા હતા. જેઓનું આજરોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સાકરીયાના આશાસ્પદ યુવાનનું યુવાનનું મોત નિપજતાં આખાયે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *