Latest

77 માં સ્વાતંત્ર્ય પર્વના દિવસે 108 ના કર્મચારીઓ ને શ્રેષ્ઠ એવોર્ડ અર્પણ કરાયો

આજે આપણે વાત કરીશું એક એવી સેવાની જેણે ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવી છે અને લોકોના જીવ યમરાજ પાસેથી પણ પાછા લાવ્યા છે. અને એ સેવા એટલે આપણા ગરવી ગુજરાતની ૧૦૮ એમ્બ્યુલન્સની નિ:શુલ્ક સેવા કે જે ૨૦૦૭ માં શરૂ થઈ હતી અને એ આજે ૮૦૦ થી પણ વધારે એમ્બ્યુલન્સ સાથે કાર્યરત્ છે.

આ ૧૦૮ ની સેવા એ સમગ્ર ગુજરાત માં અસંખ્ય મહામૂલી જીંદગીઓ બચાવી છે. લોકોની મહામૂલી જિંદગી બચાવવામાં આપણા બનાસકાંઠા જિલ્લાના ૧૦૮ અને ખિલખિલાટ એમ્બ્યુલન્સ માં ફરજ બજાવતા ઈ.એમ.ટી.,પાઈલોટ, અને કેપ્ટન તેમની ફરજ પરની સેવા માં દર્દી ને મૂશ્કેલી ના સમય માં સારવાર આપી અણમોલ જિંદગી બચાવી તેવા EMT નરેશભાઈ સોલંકી , પાઈલોટ કિરણભાઈ પરમાર તેમની ફરજ સેવામાં કુશળતા પૂર્વક એમ્બ્યુલન્સ ચલાવવાની સાથે અતિમહત્વના ગોલ્ડન સમયમાં ઘણાબધા લોકોની અણમોલ જિંદગી બચાવી છે અને સાથે ખીલખીલાટ માં ફરજ બજાવતા મહેન્દ્રસિંહ સોલંકી એ પ્રસૂતિ બાદ માતા અને બાળક ને સફળતાપૂર્વક ઘરે મૂકીને તેમની ફરજ બજાવી છે.

EMRI GREEN HEALTH SERVICE ના કર્મચારીઓ રાત દિવસ ૨૪/૭ ની સેવા જેવી કે અકસ્માત,સગર્ભાવસ્થામાં,હાર્ટ એટેક તેમજ અન્ય જાનલેવા આકસ્મિક ઘટનાઓમાં લોકોના જીવન બચાવવાની કરુણા થી અનેક અણમોલ જિંદગીઓ બચાવી છે.આ ૧૦૮ ના કર્મચારીઓ ને કર્તવ્યનિષ્ઠા અને તપસ્યાને બિરદાવતા આજરોજ બનાસકાંઠાના દિયોદર મુકામે યોજવામાં આવેલા ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણીમાં તેઓને રાજ્યકક્ષા ના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા,કલેકટર શ્રી વરુનકુમાર બરણવાલ સાહેબ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ના વરદ હસ્તે શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ આપીને સન્માનવામાં આવ્યા છે.આ પ્રસંગે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનાં દરેક કર્મચારીઓ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની સાથે સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકો માટે ખિલખિલાટ સેવા, સામાજીક હેરાનગતિ ભોગવતી મહિલાઓ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, રખડતાં પશુઓ ના આરોગ્યલક્ષી સેવાઓ માટે ૧૯૬૨ એનિમલ કરુણા હેલ્પ લાઈન, પશુપાલકોના પશુઓના આરોગ્યની સાચવણી માટે મોબાઈલ વેટનરી ડિસ્પેન્સરી વાન, શ્રમિકો અને આરોગ્ય સેવાથી વંચિત લોકો માટે ધન્વંતરી આરોગ્ય રથ , જેવી વિવિધ પ્રજાલક્ષી સેવાઓ કાર્યરત્ કરવામાં આવેલી છે જેના લાભ થકી આરોગ્યક્ષેત્રે ગુજરાતે એક આગવું મુકામ મેળવ્યું છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *