Latest

19 જૂન, વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણી

સિકલ સેલ ડિસીઝ, એક આનુવંશિક બીમારી છે જે  ભારતમાં આદિવાસી વસ્તીમાં વ્યાપક છે. તે લાલ રક્ત કોશિકાઓમાં હિમોગ્લોબિન (શરીરમાં ઓક્સિજન વહન કરવા માટે જવાબદાર) ને અસર કરે છે, જે અલગ માર્ગો દ્વારા રોગ અને મૃત્યુદરમાં પરિણમી શકે છે. તેથી, એક રાષ્ટ્ર તરીકે આરોગ્યની સ્થિતિ સુધારવા માટે સિકલ સેલ ડિસીઝ ની વહેલી તપાસ અને સારવાર અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સિકલ સેલ ડિસીઝ સાથે અનુમાનિત જન્મોની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમનો સૌથી ખરાબ અસરગ્રસ્ત દેશ છે – એટલે કે આ સ્થિતિ સાથે જન્મ લેવાની સંભાવના.

કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપની અંકલેશ્વર દ્વારા, CSR પ્રોગ્રામ અંતર્ગત આરોગ્ય શિબિર (સિકલ સેલ એનિમિયા સ્ક્રીનીંગ) વિદ્યાર્થીઓને મદદ કરવા અંકલેશ્વર તાલુકાના નવા દીવા પ્રાથમિક શાળા અને માધ્યમિક ઉચ્ચ શાળા નવા દિવા તરફથી વિનંતી પ્રાપ્ત થઈ છે. શાળા અને બાળકોની પરિસ્થિતી જોતાં કંપની દ્વારા 408 વિદ્યાર્થીઓ માટે સિકલ સેલ એનિમિયાની પ્રાથમિક તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે 70 વિદ્યાર્થીઓએ પુષ્ટિ પરીક્ષણમાંથી પસાર થવાની જરૂર છે. વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસ નિમિત્તે અમે આ વિદ્યાર્થીઓ માટે પુષ્ટિ પરીક્ષણનું આયોજન કર્યું છે.

આજ રોજ વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણી ના ભાગરૂપે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપની અંકલેશ્વર દ્વારા એક શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનું સ્ક્રીનીંગ કરવું, તેમનું કાઉન્સેલિંગ કરવું અને દર્દી (સિકલ સેલ પેશન્ટ)ની સરકારી રેકોર્ડમાં નોંધણી કરી તેમને સરકારી યોજના સાથે જોડવાનો છે. એકવાર દર્દી સરકારી રેકોર્ડ પર નોંધાયેલ છે, તેઓ સિકલ સેલ એનિમિયાના દર્દીઓ માટે ઉપલબ્ધ સરકારી યોજનાનો લાભ મેળવી શકે છે.
શિબિરના ભાગરૂપે 70 વિદ્યાર્થીઓનું સ્ક્રીનીંગ, કાઉન્સેલિંગ અને ન્યુટ્રિશન કીટ વિતરત કરવામાં આવે.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *