Latest

જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ”આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે શપથ ગ્રહણ કરવામાં આવ્યા

જામનગર સંજીવ રાજપૂત: દરવર્ષે તારીખ 21 મે ના રોજ ”આતંકવાદ વિરોધી દિવસ/ એન્ટી ટેરેરિઝમ ડે” નિમિત્તે રાજ્યની તમામ કચેરીઓમાં શપથ ગ્રહણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ તારીખ 21 મે ના રોજ જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા સહિત ઉપસ્થિત કર્મયોગીઓએ રાષ્ટ્રમાં સામાજિક સદ્ભાવ, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અને તેમાં યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ ગ્રહણ કર્યા હતા.

આ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જામનગર શહેર પ્રાંત અધિકારી પરમાર તેમજ કલેકટર કચેરીની વિવિધ શાખાના અધિકારીગણ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *