ભાભર, સુનિલ ગોકલાની: બનાસકાંઠાના ભાભર ખાતે આજરોજ લુહાણા સમાજના ઇષ્ટદેવ દરિયાલાલ દાદાની શોભાયાત્રા નીકળી. જે શોભાયાત્રા દરિયાલાલ દાદાના મંદિરથી નીકળી આઝાદ ચોક. લાટી બજાર . વાવ સર્કલ થી લોહાણા મહાજન વાડી એ આવી પહોંચી હતી.
આ શોભાયાત્રામાં લોહાણા સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ધામધૂમથી આ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ભાઈઓ તથા બહેનો ગરબે ઘૂમી અને આનંદ માણ્યો હતો. શોભાયાત્રા બાદ લોહાણા મહાજન વાડી ખાતે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રામાં લોહાણા સમાજના. પ્રમુખ હરિભાઈ આચાર્ય. પૂર્વ પ્રમુખ પોપટભાઈ અખાણી. ચંદુભાઈ હરગોવનભાઈ ઠક્કર. પૂર્વ પ્રમુખ જશુભાઈ ઠક્કર. વિજયભાઈ ઠક્કર. દયારામ ભાઈ ઠક્કર. કિરીટભાઈ ગણાત્રા. અશોકભાઈ ઠક્કર.. જગદીશભાઈ ગોકલાણી. ચંદ્રકાંતભાઈ અખાણી. મહેશભાઈ કાનાબાર. વિગેરે લુવાણા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.