વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આજે આણંદ જિલ્લાના ૬ તાલુકાના ૮ ગામોમાં પરિભ્રમણ
આજે અંબાલી, મોગર, ત્રંબોવડ, હરિયાણ, માલુ, પાળજ, થામણા અને ભાણપુરા ગામો ખાતે રથ પરિભ્રમણ કરશે
આણંદ, સોમવાર:: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી દેશના પ્રત્યેક વ્યક્તિ સુધી વિવિધ યોજનાઓના લાભો સ્થળ ઉપર જ સાચા લાભાર્થીને શોધીને આપવામાં આવે તે માટે આ યાત્રા શરૂ કરવામાં આવી છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો તેમના ગામ ખાતેથી જ આપવામાં આવી રહયાં છે.
આણંદ જિલ્લામાં આજે તા.૧૯ મી ડિસેમ્બર મંગળવારના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ૨૦ મા દિવસે યાત્રા સવારના ૧૧ વાગ્યે જિલ્લાના ૬ તાલુકામાં પહોંચશે. જેમાં આણંદ તાલુકાના મોગર ગામે, પેટલાદ તાલુકાના પાળજ ગામે, ઉમરેઠ તાલુકાના થામણા ગામે, ખંભાત તાલુકાના હરિયાણા ગામે સવારે ૧૧-૦૦ કલાકે અને બપોર બાદ ૩-૦૦ કલાકે માલુ ગામે, આંકલાવ તાલુકાના અંબાલી ગામે સવારે ૧૧-૦૦ કલાકે અને બપોર બાદ ભાણપુરા ગામે ૩-૦૦ કલાકે તથા સોજીત્રા તાલુકાના ત્રંબોવડ ગામે સવારે ૧૧-૦૦ કલાકે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચશે અને ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવાની સાથે વિવિધ લાભાર્થીઓને યોજનાના લાભ આપવામાં આવશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ગ્રામજનોને સરળતાથી તેમને મળવા પાત્ર ભારત અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો પહોંચાડવામાં આવે છે જે મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ