Latest

દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં પગપાળા જઈ રહેલા યાત્રીઓ માટે જામનગર આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી

જામનગર સંજીવ રાજપૂત: દેવભૂમિ દ્વારકા ખાતે હોળી-ધુળેટીના પર્વ નિમિતે ફૂલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જામનગર સહીત અન્ય જીલ્લાઓ માંથી શ્રદ્ધાળુઓ પગપાળા જઈ રહ્યા છે. યાત્રીઓની સેવા અર્થે જે જગ્યાઓ પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

ત્યાં જામનગર કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પમાં દવાઓની સુવિધા તેમજ યાત્રીઓને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી કરીને તેઓનું આરોગ્ય સ્વસ્થ રહે. જામનગર જીલ્લા વહીવટી તંત્રની આ ઉમદા કામગીરી બદલ લોકો સરકાર અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

જામનગર તાલુકાના વસઈ પાટિયા પાસે જય ગોપાલ ગ્રુપ દ્વારા દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પના સંચાલક મેરુભાઈ ભરવાડ જણાવે છે કે, વસઈ આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા અમારા કેમ્પમાં જરૂરીયાતમંદ યાત્રીઓ માટે વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ પીવાના પાણીની શુદ્ધતા અને કલોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે તે બદલ તંત્રનો આભાર વ્યક્ત કરું છું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *