રિપોર્ટર જયરાજ ડવ
ગુજરાત સરકાર સંચાલીત SVIM ની ટીમે અપાવ્યું ગુજરાતને ગૌરવ
“આઝાદી કા અમૃત મહોત્સવ ” ના લક્ષને ધ્યેય માની SVIM ટીમે બે શિખર પર સફળ ચઢાઈ કરી તિરંગો લહેરાવ્યો
બોટાદના ગઢડાના આહિર સુનિલ બોરીચા એ બે મહિના ના સમયમાં 3 શિખર પર સફળ ચઢાઈ કરી તિરંગો લહેરાવ્યો જેમાં એક મહિના પહેલાં 17,500 ફુટ ઊંચાઈ સુધી પહોંચ્યા બાદ હાલ spiti valley (સ્પીટી વેલી હિમાચલ પ્રદેશના) બે શિખર MT. Dawa kangri (20,144 ફુટ) અને MT.Lag bhorche (19,685 ફુટ)ઊંચાઈ પરની ટોચ પર પહોંચી તિરંગો લહેરાવી સમાજ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું
આહિર સુનિલ બોરીચા આ પહેલાં પણ પહાડો ચડી ચુક્યો છે અને તેના માટેની ટ્રેનિંગ પણ લય ચુક્યાં છે જેમા તેઓએ જમ્મુ અને કાશ્મીર થી એક મહિનાની અને અરૂણાચલ પ્રદેશની આર્મી સંસ્થા માંથી એક મહિનાની ટ્રેનિંગ પુરી કરી છે હાલ તેમને ગુજરાતની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ,માઉન્ટ આબુ (SVIM) ની ટીમે સિલેક્ટ કરી આ અભિયાન માટે મોકલેલ જેમાં 11 લોકોનું સિલેક્શન થયેલ અને તે ટીમમાં રહિ આહિર સુનિલ બોરીચા એ પોતાની ઉજવળ કાર્કીદી બતવી આહિર સમાજને અલગ જ ક્ષેત્રમાં ગર્વની અનુભૂતિ કરાવી
આ થકી સોશિયલ મીડિયામાં 15 મી ઓગસ્ટ પર નેમના મિત્રો દ્વારા ખુબજ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે અને બંન્ને શિખર પર તિરંગો લહેરાવતા તેમના વિડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે