Latest

મોડાસા ગાયત્રી કન્સ્ટ્રકશનની નવી ઓફીસ,નવી પેઢીનો ભવ્ય મંગલ પ્રારંભ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ગાયત્રી કન્સ્ટ્રકશનની છેલ્લા પાંત્રીસ વર્ષ થી મોડાસા માં જાણીતી બનેલી પેઢી ની નવીન ઓફિસ આજે વિજયા દશમી ના દિવસે મોડાસા સહયોગ ચાર રસ્તા પર શુભારંભ કરવામાં આવી

ત્યારે આ પ્રસંગે રાજ્ય સરકારના નાગરિક પુરવઠા અને આદિજાતિ વિભાગ ના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર તેમજ મોડાસા નગપાલિકાના પ્રમુખ નીરજ શેઠ અને મોડાસા નગર ના સેવાભાવી સંસ્થાઓ તથા સ્કૂલ કોલેજો અને સહકારી આગેવાનો બિલ્ડર ગ્રુપના બિલ્ડરો સહિત અનેક કાર્યકરો તેમજ નેતાઓ ઉપસ્થિતિ આપી

ગાયત્રી કન્સ્ટ્રકશન ના સ્થાપક અને નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર તથા મોડાસા નાગરિક સહકારી બેંક ના પૂર્વ ચેરમેન અને પ્રવર્તમાન અરવલ્લી જિલ્લા ભાજપ ના આગેવાન કમલેશભાઈ એસ પટેલ તેમજ તેમની ટીમ ખીલન તથા હિલન પટેલ , ભાનુપ્રસાદ, તારક પટેલ ને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી આમ આ શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *