એબીએનએસ, વી.આર. ગોધરા
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મીરપ પી.એચ.સી ના તમામ આયુષ્માન આરોગ્ય મંદિર દહીકોટ, ગોલ્લાવ 1 , ગોલ્લાવ 2, ગોલ્લાવ 3, અને સરસાવ માં વિશ્વ હાઈપર ટેન્શન દિવસ અંતરગત લોકોમાં બી.પી. અને ડાયાબીટીસ ની જાગૃતતા લાવવા માટે ભવાઈ અને નાટક નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.
અને લોકોમાં એક જાગૃતતા લાવવા માટે સરસ સંદેશો પહોંચાડ્યો હતો. આ કાર્યક્રમમા મિરપ P.H.C ના તમામ સબ સેન્ટર નો સ્ટાફ C.H.O, F.H.W, M.P.H.W, આશાવર્કર બહેનો અને આયુષ ડોક્ટર તેમજ આજુબાજુનાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.