પણ જયારે એવી ખબર પડી કે સગા સંબંધીઓનું એક સોશિયલ મીડિયા ગ્રુપ હોય તેમ કલમકારોનું પણ ગ્રુપ હોય છે અને મને પણ એક પરિવાર જેવું સાહિત્યમિત્રોનું ગ્રુપ મળ્યું. અને આ મારી સાહિત્ય સફરનું પહેલું ગ્રુપ હતું તેમાં હું જોડાયેલી. હાર્ટ ઓફ લિટરેચરના ફાઉન્ડર આદિત શાહનો મારા પર આજથી ત્રણ વર્ષ પહેલાં મેસેજ આવેલો કે દીદી હું આપને મારા ગ્રૂપમાં જોઈન કરી રહ્યો છું.
મને આનંદ થયો.આ અનુભવ મારા માટે નવો હતો.. આખું ગ્રુપ વિવિધ પ્રતિભાઓથી ભરેલ લેખકોનું હતું. કોઈ ડૉક્ટર હતું તો કોઈ એન્જિનિયર, કોઈ શિક્ષક તો કોઈ હજુ વિદ્યાર્થી હતું. આમ તો યુવાવર્ગનું ગ્રુપ હતું. બધા મને ત્યાં દીદી કહીને સંબોધતા અને વિશેષ માન આપતા. દર વર્ષે ત્યાં સ્પર્ધાઓ થતી, કાર્યક્રમ થતાં.
કવિ સંમેલન થતાં પણ સમયના અભાવે હું એક પણ વાર ગઈ નથી કે ગ્રુપના કોઈ પણ સભ્યને મળવાનું થયું નથી પણ હૃદયનો સંબંધ દરેક વ્યક્તિ સાથે એટલો નજીકનો છે કે વર્ષોથી ઓળખતા હોય તેવું લાગે.આ ગ્રુપમાં દરેક લેખકને પોતાની પ્રતિભાને ખીલવવાની તક મળતી. હું પણ મારું ગદ્ય સાહિત્ય ગ્રુપમાં મૂકતી અને આજે એક પરબીડિયું મળ્યું તેમાં વર્ષનો best emerging writer award ગદ્ય માટે મને મળ્યો ત્યારે હૃદયથી આનંદ થયો.
Special thanks to Aadit Shah.. ભાઈ..ઘણા દિવસ પછી આજે સર્ટિફિકેટ હાથમાં આવ્યું તેનો આનંદ અને આભાર વ્યક્ત કરું છું..માફ કરજો પોસ્ટ મોડી મૂકી પણ મૂકી ખરી તેમ માનજો 🙏🙏.