Latest

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ કેશોદમાં રેલવે અંડર બ્રીજની કામગીરીનું નિરીક્ષણ કર્યું

કેન્દ્રીય મંત્રીશ્રીએ ઝડપભેર રેલવે અંડર બ્રીજનું કામ પૂર્ણ કરવા આપી સૂચના : રેલવે અંડર બ્રિજનું ૭૦ ટકા કામ પૂર્ણ

અંદાજે રૂ.૨૧ કરોડના ખર્ચે બની રહેલા રેલવે અંડર બ્રીજ બનવાથી લોકોને ટ્રાફિકની સમસ્યા માંથી મળશે મોટી રાહત

જૂનાગઢ તા.૧૦ ભારત સરકારના શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ આજે જૂનાગઢના જિલ્લાની મુલાકાત દરમિયાન કેશોદ શહેરના ચાર ચોક ખાતે રેલવે અંડર બ્રીજના ચાલી રહેલ કામનું નિરીક્ષણ કર્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ ઝડપભેર રેલવે અંડર બ્રીજનું કામ પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે ખાસ રેલવેના અધિકારીશ્રી સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. તેમણે આ અંડર બ્રીજના નિર્માણ માટે જરૂરી રેલવે રીલીવિંગ ગડર વહેલી તકે ઉપલબ્ધ થાય તે માટે સૂચના આપી હતી. જેથી સમય મર્યાદામાં આ રેલવે અંડરબ્રીજનું કામ પૂર્ણ કરી શકાય.

કેશોદના ચાર ચોક ખાતે અંદાજે રૂ.૨૧ કરોડના ખર્ચે બની રહેલા આ રેલવે અંડર બ્રીજથી લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે. હાલ ૭૦ ટકા જેટલી રેલવે અંડર બ્રિજની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા ફાટક મુક્ત અભિયાન હેઠળ જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે.

આ તકે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખશ્રી મેહુલભાઈ ગોંડલીયા, પ્રાંત અધિકારી શ્રી કિસન ગરચર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના અધિકારીશ્રીઓ સ્થાનિક પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

1 of 144

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *