Latest

“મેરી મિટ્ટી, મેરા દેશ” કળશ યાત્રાનો લાખણી તાલુકા કક્ષાનો કાર્યક્રમ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અમૃત કળશ યાત્રા યોજાઈ રહી છે. જેના ભાગરૂપે ગામે ગામની પવિત્ર માટી એકત્ર કરવામા આવી છે. જેને આગામી દિવસોમા દેશની રાજધાની દિલ્હી ખાતે મોકલવામા આવનાર છે ત્યારે લાખણી તાલુકાની પવિત્ર માટી ભરેલા કળશનો સ્વીકાર કરવા આજ રોજ દિયોદર પ્રાન્ત અધિકારી તેમજ લાખણી તાલુકા વહીવટીતંત્રના આયોજનથી લાખણીની સરસ્વતી વિદ્યાલયના પટાંગણમાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં લાખણી તાલુકામા આવેલ ગામોની પવિત્ર માટી ભરેલા કળશ લઈને સરપંચો, તલાટીઓ તેમજ વહિવટદાર હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સરપંચો તેમજ વહીવટદારોએ એમના ગામના અમૃત કળશ સાથે સેલ્ફી બોક્સમાં સેલ્ફી લઈ એમના ગામની પવિત્ર માટીના કળશને ધારાસભ્ય કેશાજી ચૌહાણને અર્પણ કરી હતી.

જેનો લાખણી તાલુકા મામલતદાર એમ. ડી. ગોહેલ, જિલ્લા સહકારી સંઘના ચેરમેન બાબરાભાઈ ચૌધરી, અગ્રણીશ્રી સુરેશભાઈ પટેલ, લાખણી તાલુકામાંથી આવેલ ગામોના સરપંચો, અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા માટી ભરેલા કળશનો સ્વિકાર કરવામા આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 552

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *