Latest

મોરબી જિલ્લાના હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરની કાર મોરબી નજીક પલટી મારી ગઈ

 

કારમાં સવાર ચીફ ઓફિસર સહિતનાઓનો આબાદ બચાવ કરવા માં આવ્યો.

મોરબી જિલ્લાના હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર આજે પોતાની સરકારી કારમાં રાજકોટ તરફ જતા હોય ત્યારે મોરબી નજીક હાઈવે પર કારને અકસ્માત નડ્યો હતો જેમાં કાર કોઈ કારણોસર પલટી મારી ગઈ હતી

હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાચાભાઇ માળી રાજકોટ મીટીંગ અર્થે જવા નીકળ્યા હતા અને મોરબી નજીક અજંતા કંપની પાસે તેમની કાર પહોંચી ત્યારે કાર કોઈ કારણોસર પલટી મારી ગઈ હતી કારમાં ચીફ ઓફિસર સહિતના ત્રણ વ્યક્તિઓ સવાર હતા જે તમામ ત્રણ વ્યક્તિની આબાદ બચાવ થયો છે જોકે અકસ્માત ક્યાં કારણોસર સર્જાયો તે સ્પષ્ટ નથી પરંતુ હાલ ચીફ ઓફિસર સહિતનાઓનો બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો કાર પલટી મારી જતા કારમાં નુકશાન થવા પામ્યું છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *