Latest

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે મુમુક્ષ તિર્થાકુમારીની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી

10 ડિસેમ્બરના રોજ દીક્ષા ગ્રહણ કરશે આગમ મંદિર ધર્મશાળા ખાતે દીક્ષા ગ્રહણ કરશે

તીર્થનગરી પાલીતાણા જૈન સમાજના અનેક ધાર્મિક મહોત્સવ ચાલી રહ્યા છે ત્યારે મુમુક્ષ તીર્થાકુમારીના તારીખ 10 ડિસેમ્બરના રોજ આગમ મંદિર ધર્મશાળા ખાતે દીક્ષા ગ્રહણ કરશે મુમુક્ષુ નો ગુરુ ભગવંત આચાર્ય જિનચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ આચાર્ય હેમચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આચાર્ય શ્રી લબ્ધીચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજ ની નિશ્રામાં આજે આગમ મંદિર થી જય તળેટી સુધી વર્ષીદાન યાત્રા નીકળી હતી, જેમાં તિર્થોકુમારીના પરિવારજનો શ્રાવક, શ્રાવિકાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

સાથોસાથ પૂજ્યશ્રીની પ્રેરણાથી ભાવનગર જિલ્લાના 30 પોલીસ સ્ટેશનમાં શત્રુંજય ગિરિરાજની ફોટો ફ્રેમ અર્પણ કરવામાં આવેલ. પાલીતાણા સહીત 10 પોલીસ સ્ટેશનો ને પ્રિન્ટર મશીનો ભેટ આપવામાં આવ્યા.

આ પ્રસંગે ઉચ્ચપોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 10 ડિસેમ્બરના રોજ મુમુક્ષુ તીર્થા કુમારી નો દીક્ષા વિધિ સવારે 8:30 કલાકે પ્રારંભ થશે. અને પાર્થ અનિલભાઈ સોલંકી ને દીક્ષામુહૂર્ત પ્રદાન થશે

રિપોર્ટર મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *