Latest

જામનગર ખાતે રન ફોર યુનિટી’કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી થતી સેનાની ત્રણેય પાંખ સહિત નગરજનો

જામનગર, સંજીવ રાજપૂત: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે આર્મી, એરફોર્સ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેને મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેક્ટર બી.એ.શાહ, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ, નેવી કોમોડોર જે.એસ.ધનોવા, એરફોર્સ એર કોમોડોર પુનિત વિધ, બ્રિગેડિયર સૌરભ વત્સ, શાશક પક્ષના નેતા આશિષભાઈ જોશી, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ દોડમાં સેનાની ત્રણેય પાંખ, જામનગર જિલ્લા પોલીસ, એન.સી.સી.કેડેટ્સ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ,જામનગર મહાનગરપાલિકાની વિવિધ શાખાના કર્મીઓ તથા શહેરીજનો વગેરે મળી 3 હજારથી વધુ લોકો ઉત્સાહભેર સહભાગી થયા હતા.

આ દોડ વિવિધ બે કેટેગરીમાં યોજાઈ હતી જેમાં મહિલાઓ અને બાળકો માટે 3 કી.મી.તેમજ ઓપન દોડ 6 કી.મી.નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રૂટ એકની દોડ રણમલ તળાવ ગેઇટ નં.1 ના પાર્કિંગથી ગુજરાત ટ્રાવેલ્સ, શ્યામજી કૃષ્ણવર્મા ગાર્ડન, શ્રદ્ધા હોસ્પીટલ, મિગ કોલોની, જંગલેશ્વર મહાદેવ મંદિર, પ્રદશન ગ્રાઉન્ડ, લાલ બંગલો, ભીડભંજન મંદિર સામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ થઇ ગેઇટ નં.2 પર પૂર્ણ થઈ હતી.

જ્યારે રૂટ બે ની દોડ રણમલ તળાવ ગેઇટ નં.1 પાર્કિંગથી ભુજીયા કોઠા, ખંભાળિયા ગેઇટ, આયુષ હોસ્પીટલ મેઈન રોડ, એસ.ટી.બસ ડિપો, સાત રસ્તા, પ્રદશન ગ્રાઉન્ડ, લાલ બંગલો થઇ ભીડભંજન મંદિર સામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ થઇ ગેઇટ નં.2 પર પૂર્ણ થઈ હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *